Key Points
- આરોગ્યમંત્રીએ COVIDSafe એપને નકામી અને બિનઅસરકારક ગણાવી
- ACT કન્સેશન કાર્ડ ધારકો તેમની સ્થાનિક લાયબ્રેરીમાં મફત RAT ટેસ્ટ મેળવી શકશે
- વિક્ટોરીયામાં જાપાનીઝ એન્સેફ્લાઇટિસ રસી માટે યોગ્યતાના માપદંડમાં વધારો
- પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની જાહેરાત, ઘર દિઠ 20 RAT મફત મળશે
મંગળવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 124 જેટલા લોકોના મૃત્યુ નોંધાયા હતા. જેમાં 52 વિક્ટોરીયામાં, 35 ક્વિન્સલેન્ડમાં અને 30 ન્યૂ સાઉથ વેલ્સનો સમાવેશ થાય છે.
વિક્ટોરીયા સરકારે જણાવ્યું હતું કે, 52માંથી 40 ગત સપ્તાહમાં જ્યારે છેલ્લાં પખવાડિયામાં 10 મૃત્યુ થયા હતા.
કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તથા તેની મૃત્યુ વિશેની માહિતી અહીંથી મેળવો.
આરોગ્ય મંત્રી માર્ક બટલરે જણાવ્યું હતુ કે, એપ્રિલ 2020માં રજૂ કરાયેલી COVIDSafe એપ નકામી અને બિનઅસરકારક પૂરવાર થઇ છે, જેના કારણે તેને રદ્દ કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉની સરકારે આ એપની પાછળ 21 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. આ એપના કારણે માત્ર બે પોઝિટીવ કેસ અને 17 નજીકના સંપર્કોની ઓળખ થઇ હતી.
15મી ઓગષ્ટથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના દરેક રહેવાસીઓ ડ્રાઇવ થ્રુ કલેકશન સેન્ટર, શહેરી વિસ્તારના કોવિડ -19 રસીકરણ કેન્દ્ર અને ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ -19 ટેસ્ટીંગ ક્લિનીક પરથી મફત 20 RAT કિટ મેળવી શકશે.
જાપાનીઝ એન્સેફ્લાઇટિસ રસી માટે વિક્ટોરીયાએ યોગ્યતાના માપદંડમાં વધારો કર્યો છે.
મિલડ્યુરા, સ્વાનહિલ, ગન્નાવરા, કેમ્પાસ્પે, મોઇરા, ગ્રેટર શેપર્ટન, ઇન્ડિગો અને વોડોંગા લોકલ ગર્વમેન્ટ વિસ્તારોમાં રહેતા અથવા કામ કરતાં હોય અને જેમની ઉંમર 50થી 65 વર્ષની વયના રહેવાસીઓ પોતાના જીપી અને કેટલાંક કોવિડ-19 રસીકરણ કેન્દ્રમાંથી મફત રસી મેળવી શકે છે.
ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરીમાં કન્સેશન કાર્ડ ધારકો હવે તેમની સ્થાનિક લાયબ્રેરીમાંથી ત્રણ જેટલી મફત RAT મેળવી શકશે.
જોકે, કોવિડ-19ના લક્ષણો ધરાવતા લોકોએ ગરાન સર્જ સેન્ટર માંથી તેમનો RAT લેવી જોઇએ અથવા PCR ટેસ્ટ કરાવવો જોઇએ.
મેસેસ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજીના સંશોધકોએ ‘ ઇઝી ટુ યુઝ’ ટેસ્ટ શોધી કાઢી છે. જે રસીકરણ, ચેપ અથવા બંનેથી કોવિડ-19 રોગપ્રતિકારકતાના સ્તરને શોધી કાઢે છે.
આ ટેસ્ટને હજુ યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી મળવાની બાકી છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો
SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.