Key Points
- NSWના પેનશનરો અને કન્સેશન કાર્ડ ધારકોને આજથી મફત 10 RAT કિટ મળશે
- બુધવારથી આઇસોલેશનના સમયગાળમાં ઘટાડા અંગે નિર્ણય લેવાશે - કેન્દ્રિય મંત્રાલય
- 31 ઓગસ્ટના રોજ મફત ફ્લુ રસીની અવધી સમાપ્ત થશે
સોમવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડના કારણે 11 લોકોના મૃત્યુ નોંધાયા હતા, જેમાં ચાર ન્યૂ સાઉથ વેલ્સમાં અને ચાર વિક્ટોરીયામાં નોંધાયા હતા.
સમગ્ર ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને પ્રદેશોમાં દૈનિક નવા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની માહિતી મેળવો.
ઓસ્ટ્રેલિયન પ્રાઇવેટ હોસ્પિટલ્સ એસોશિયેશનના મુખ્ય વડા માઇકલ રોફ ટીકા કરતા કહે છે કે રાજ્યની જાહેર હોસ્પિટલો માટે આ સારા સમાચાર નથી.
તેઓએ વધુમાં કહ્યું કે વિક્ટોરીયાની સાર્વજનિક હોસ્પિટલો પહેલેથી જ કોવિડ-19, તાવ અને મોટા પ્રમાણમાં વૈકલ્પિક સર્જરીના બાકી રહેલા કામના કારણે તણાવમાં છે.
સમસ્યા વિશે વાતો કરતાં તેઓએ કહ્યું હતુ કે, સાર્વજનિક હોસ્પિટલો હાલ આ બધાનું સંચાલન કરવા માટે ખાનગી ક્ષેત્ર પર આધાર રાખે છે અને જો ખાનગી ક્ષેત્ર હોસ્પિટલો ગુમાવે તો જાહેર હોસ્પિટલોમાં દબાણ વધવાનું છે.
આજથી પેનશનરો અને અન્ય કન્સેશન કાર્ડ ધારકો ન્યૂ સાઉથ વેલ્સની Service NSW કેન્દ્ર , મોબાઇલ સેવા કેન્દ્ર અથવા તો ડિઝાસ્ટર રિકવરી સેન્ટરમાંથી 10 જેટલી મફત RAT કિટ મેળવી શકશે.
બુધવારે મળનારી કેન્દ્રિય મંત્રાલયની બેઠકમાં આઇસોલેશનનો સમય ઘટાડવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. હાલ જો કોવિડ પોઝિટીવ આવે તો સાત દિવસ આઇસોલેશનનો જે સમય છે તે ઘટાડીને 5 દિવસનો થઇ શકે છે.
યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના એક અભ્યાસમાં તારણ આવ્યું છે કે, કોવિડ19 મહામારીના કારણે મહિલાઓ પર નોંધપાત્ર આર્થિક અને માનસિક અસર દેખાઇ છે.
મુખ્ય સંશોધક ડો. ટેરી ફિટ્ઝસિમોન્સે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન મહિલાઓએ તેમના કામના કલાકો ઘટાડી દીધા હતા અથવા તો કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ પુરૂષો કરતાં વધુ ઘરેલું કામ કરતી હતી.
ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને પ્રદેશોમાં મફત તાવની રસી મેળવવાની અવધી 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
ACT New South Wales Northern Territory Queensland
South Australia Tasmania Victoria Western Australia
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો
ACT New South Wales Northern Territory Queensland
South Australia Tasmania Victoria Western Australia
ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. what you can and can't do
વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો, check the latest travel requirements and advisories
તમારી ભાષામાં માહિતી મેળવો. COVID-19 jargon in your language
SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

