COVID-19 અપડેટ: ઉપ વડાપ્રધાનને અમેરિકામાં કોરોનાવાઇરસનું નિદાન

9 ડિસેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Deputy Prime Minister Barnaby Joyce at a press conference at Parliament House in Canberra, Wednesday, November 24, 2021. (AAP Image/Mick Tsikas) NO ARCHIVING

Deputy Prime Minister Barnaby Joyce has tested positive for COVID-19 on his US tour. (File Photo) Source: AAP Image/Mick Tsikas

  • ઓસ્ટ્રેલિયાના ઉપ વડાપ્રધાન બાર્નબી જોયસને અમેરિકામાં કોવિડ-19નું નિદાન. તેઓ સ્વસ્થ થાય ત્યાં સુધી આઇસોલેટ થશે.
  • ક્વિન્સલેન્ડમાં 16 કે તેથી મોટી ઉંમરના 80 ટકા રહેવાસીઓએ કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવી.
  • ક્વિન્સલેન્ડ તથા વિક્ટોરીયામાં ઓમીક્રોન પ્રકારનો કોવિડ-19 ચેપ નોંધાયા બાદ આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારનો ચેપ ઓસ્ટ્રેલિયામાં પ્રભુત્વ જમાવી શકે છે.
  • સિડનીમાં પબ સાથે સંકળાયેલા કેસની સંખ્યા 44 થઇ. તેમાંથી કોઇ વ્યક્તિને નવા ઓમીક્રોન પ્રકારનો ચેપ લાગ્યો છે કે કેમ તે અંગે સ્પષ્ટ થઇ શક્યું નથી.
  • ન્યૂ સાઉથ વેલ્સમાં ઓમીક્રોનના નવા 8 ચેપ નોંધાયા, કુલ સંખ્યા 42 થઇ.
  • ઓસ્ટ્રેલિયન ઓપનનમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા આવવું હોય તો નોવાક જોકોવિચે અન્ય લોકોની જેમ જ રસીના નિયમોનું પાલન કરવું પડશે, તેમ વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું.

કોવિડ-19ના આંકડા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી 1232 કેસ તથા 9 મૃત્યુ નોંધાયા.

ન્યૂ સાઉથ વેલ્સમાં 420 કેસ તથા 1 મૃત્યુ નોંધાયું.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં ચાર કેસ નોંધાયા.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો


 

રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

તમારા રાજ્યો તથા ટેરીટરીમાં લાગૂ નિયમો વિશે માહિતી મેળવો

મુસાફરી

આંતરરાષ્ટ્રીય મુસાફરો તથા કોવિડ-19ની માહિતી તમારી ભાષામાં

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.




કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania

Northern Territory

 


Share

2 min read

Published

By SBS/ALC Content

Presented by SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now