SKIP TO MAIN CONTENT

COVID-19 અપડેટ: દેશના વિવિધ રાજ્યોમાં ચેપની સંખ્યા વધી

20મી ડિસેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

NSW Premier Dominic Perrottet
NSW Premier Dominic Perrottet Source: AAP

2 min read

Published

Source: SBS Gujarati



Skip to article content

  • ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 2501 કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં. રવિવારની સરખામણીમાં રાજ્યમાં સોમવારે 65 કેસ ઓછા નોંધાયા.
  • ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમિનીક પેરોટેયે જણાવ્યું હતું કે, રાજ્ય સુરક્ષિત રીતે ખુલી શકે તેવો તેમને આત્મવિશ્વાસ હતો. માસ્ક ફરજિયાત કરવાના નિયમનો પ્રતિકાર કર્યો.
  • વેસ્ટમીડ હોસ્પિટલ ખાતેના ઇમ્યુનોલોજીસ્ટ ડાન સુઆને જણાવ્યું છે કે ઓમીક્રોન પ્રકારનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાથી તાત્કાલિક પગલા ભરવા જરૂરી છે.
  • ઓસ્ટ્રેલિયામાં વસ્તીવૃદ્ધીનો દર વર્ષ 2021-22માં 0.3 ટકાના દરથી જ્યારે 2024-25માં 1.4 ટકાના દરથી વધે તેવી શક્યતા છે.
  • ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી આગામી 10 વર્ષમાં મહામારી અગાઉના સમયની સરખામણીમાં 1.5 મિલિયન ઓછી થવાની આગાહી.
  • ક્વિન્સલેન્ડના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, રાજ્યમાં દર 48 કલાકે કોવિડ-19ના કેસ બે ગણા થઇ રહ્યા છે. અને, જાન્યુઆરીમાં તે મોટી સંખ્યામાં વધે તેવી શક્યતા છે.

કોવિડ-19ના આંકડા

ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 2501 કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં. 

વિક્ટોરીયામાં 1302 કેસ તથા એક પણ મૃત્યુ નહીં.

ક્વિન્સલેન્ડમાં 59 કેસ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 13, તાસ્મેનિયા તથા નોધર્ન ટેરીટરીમાં 3-3 કેસ નોંધાયા.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો


રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

તમારા રાજ્યો તથા ટેરીટરીમાં લાગૂ નિયમો વિશે માહિતી મેળવો

મુસાફરી

આંતરરાષ્ટ્રીય મુસાફરો તથા કોવિડ-19ની માહિતી તમારી ભાષામાં

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.




કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania

Northern Territory


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now