- રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ પરિણામ મેળવનારા લોકોએ હવે પીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. નેશનલ કેબિનેટની બેઠકમાં બુધવારે આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
- ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયામાં કોવિડ-19ના ચેપના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો દર વધ્યો.
- બુધવારે રાત્રે 8 વાગ્યા સુધી ન્યૂ સાઉથ વેલ્સમાં 1609 લોકો હોસ્પિટલમાં દાખલ હતા, જેમાંથી 131 ઇન્ટેન્સિવ કેરમાં સારવાર હેઠળ છે.
- વિક્ટોરીયામાં 631 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, 100 દર્દીઓ આઇસીયુમાં છે.
- ક્વિન્સલેન્ડમાં 286 દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે 12 દર્દીઓ આઇસીયુમાં સારવાર હેઠળ છે.
- આજે રાત્રે 11.59 વાગ્યાથી વિક્ટોરીયામાં ક્ષેત્રફળની ક્ષમતાનો નિયમ અમલમાં આવશે. આ ઉપરાંત, રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવે તો તેની આરોગ્ય વિભાગને જાણ કરવી ફરજિયાત છે.
- ન્યૂ સાઉથ વેલ્સ આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રસીના બંને ડોઝ મેળવી લેનારા તથા કોઇ પણ બિમારી ન ધરાવતા 20 વર્ષીય યુવકનું હોસ્પિટલમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું છે.
- ઇંગ્લેન્ડે 7મી જાન્યુઆરી સવારે 4 વાગ્યાથી નવો નિયમ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે, તે અંતર્ગત રસીના બંને ડોઝ મેળવી લેનારા, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો સહિતના મુસાફરો નેગેટીવ પીસીઆર ટેસ્ટ દર્શાવીને દેશમાં દાખલ થઇ શકે છે.
કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 34,994 કેસ તથા 6 મૃત્યુ,
વિક્ટોરીયામાં 21,997 કેસ તથા 6 મૃત્યુ,
ક્વિન્સલેન્ડમાં 10,332 કેસ તથા 1 મૃત્યુ
તાસ્મેનિયામાં 751 કેસ
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી