COVID-19 અપડેટ- ઓમિક્રોન વૅવ દરમિયાન બાળકોમાં નોંધાયેલા ચેપમાં મોટો ઉછાળો

12 ઓગસ્ટ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

QUEENSLAND SCHOOLS RETURN

Children under five represent 2.47 per cent, and those aged 5-14 represent 10.44 per cent of the total global COVID-19 cases. (file) Source: AAP / RUSSELL FREEMAN/AAPIMAGE

Key Points
  • TGA એ કોવિડ પ્રતિરોધક વેક્સિનની આડઅસરના આંકડા જાહેર કર્યા
  • વૈશ્વિક સ્તરે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કેસોનું પ્રમાણ 2.47 ટકા છે -WHO
  • અમેરિકાની CDC સંસ્થાએ કોવિડ-૧૯ નિયંત્રણો હળવા બનાવ્યા
શુક્રવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 86 મૃત્યુ નોંધાયા હતા, જેમાં 35 ન્યૂ સાઉથ વેલ્સમાં, 18 ક્વિન્સલેન્ડ અને 14 વિક્ટોરીયામાં નોંધાયા હતા.

કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તથા તેની મૃત્યુ વિશેની માહિતી અહીંથી મેળવો.
ઓસ્ટ્રેલિયન સરકારે જણાવ્યું હતું કે મેડિકેર કાર્ડ ન ધરાવતા લોકો પણ હવે કોવિડ-19ની એન્ટી વાયરલ દવા મેળવી શકશે. જોકે, જે લોકો પાસે મેડિકેર કાર્ડ છે અને જેમની પાસે મેડિકેર કાર્ડ નથી તે બંને વિભાગના લોકોને મફત સેવાઓ પૂરી પડતી ક્લિનિકનો સંપર્ક કરવો પડશે.

થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન એટલે કે TGAને દેશમાં વિતરણ કરાયેલા 43.4 મિલિયન કોમર્નેટી (ફાઇઝર) ડોઝ માંથી 665 કેસમાં મ્યોકાર્ડિટિસ હૃદય રોગની આડ અસરના અહેવાલ મળ્યા છે.

જ્યારે 7 ઓગષ્ટ સુધીમાં લગભગ 5.2 મિલિયન સ્પાઇકવૅક્સ (મોડેર્ના) ડોઝમાંથી સંભવિત્ 104 મ્યોકાર્ડિટિસના કેસો નોંધાયા હતા.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ બાળકો માટે કોવિડ-19 રસીકરણ અંગેના તેના તાજેતરના અહેવાલમાં નોંધ્યું છે કે રોગચાળાના શરૂઆતના તબક્કાની તુલનામાં ઓમિક્રોન વેવ દરમ્યાન બાળકોમાં કોવિડ-19ના કેસોમાં ભયંકર ઉછાળો નોંધાયો હતો.

જાહેર જીવનમાં આરોગ્યલક્ષી અને સામાજિક નિયંત્રણો હળવા થવાને કારણે આ વધારો નોંધાયો હતો.

વૈશ્વિક સ્તરે પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં 2.47 ટકા જયારે 5થી 14 વર્ષના બાળકોમાં 10.44 ટકા કોવિડ-19ના કેસો નોંધાયા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતુ કે છ મહિનાથી પાંચ વર્ષના બાળકોમાં mRNA રસીના ત્રીજા તબક્કાના પરિક્ષણ દરમ્યાન સલામતીની કોઇ ચિંતા નહોતી દર્શાવી, પરંતુ બીજી ઘણી સમસ્યાઓને તપાસવા માટે નમૂનાઓનું કદ ખૂબ નાનું હતું.

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને કોવિડ-19ના નિયમોની સૂચીમાં ફેરફરા કર્યા છે, જેમાં કોઇ વ્યક્તિ કોવિડ-19 ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે તો તેઓને કોરોન્ટાઇન થવાની જરૂર રહેશે નહિ.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. what you can and can't do

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, check what your options are

તમારી ભાષામાં માહિતી મેળવો. COVID-19 jargon in your language

Share

Published

Updated

Presented by Mirani Mehta
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service