- કોવિડ-19 ટેસ્ટ અને વાઇરસનો ચેપ ધરાવતી વ્યક્તિના નજીકના સંપર્કની વ્યાખ્યા વિશે ચર્ચા કરવા ગુરુવારે નેશનલ કેબિનેટની બેઠક.
- વિક્ટોરીયાના આરોગ્ય મંત્રી માર્ટિન ફોલીએ જણાવ્યું છે કે રાજ્યના રહેવાસીઓને કોવિડ-19 રેપીડ એન્ટીજન ટેસ્ટ કિટ મફતમાં પૂરી પાડવામાં આવશે.
- ન્યૂ સાઉથ વેલ્સ પેથોલોજી ક્લિનીકે જણાવ્યું છે કે તેમણે ક્વિન્સલેન્ડ તથા વિક્ટોરીયન સરકારને મુસાફરો માટે ટેસ્ટની માંગમાં ઉછાળો થવા અંગે અગાઉથી જ માહિતી આપી હતી.
- ડર્બન ખાતે આફ્રિકા હેલ્થ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટના પ્રાથમિક અભ્યાસમાં જાણવા મળ્યા પ્રમાણે, ઓમીક્રોન પ્રકારનો ચેપ ડેલ્ટા ચેપ સામે રક્ષણ આપી શકે છે.
- વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય અધિકારીએ જણાવ્યું છે કે, આગામી સમયમાં ઓમીક્રોન તથા ડેલ્ટા કેસની સંખ્યા વધે ત્યારે આરોગ્યુ સુવિધા પર તેની અસર થશે. તેમણે રસીકરણમાં રહેલી અસમાનતા સમાપ્ત કરવા જણાવ્યું છે.
કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સ 12,226 કેસ, 1 મૃત્યુ,
વિક્ટોરીયા 5137 કેસ, 13 મૃત્યુ,
ક્વિન્સલેન્ડ 2222 કેસ,
તાસ્મેનિયા 92 કેસ
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી