COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી ઓમીક્રોનનો પ્રથમ ચેપ નોંધાયાની શંકા

3 ડિસેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Dom Perrottet

NSW Premier Dominic Perrottet says the restrictions in the state will ease as planned despite the recent spike in infections. Source: AAP

  • ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયેલો ઓમીક્રોન પ્રકારનો ચેપ સામુદાયિક સંક્રમણથી નોંધાયેલો પ્રથમ ચેપ હોવાની શંકા.
  • નોધર્ન ટેરીટરીમાં કોવિડ-19થી પ્રથમ મૃત્યુ નોંધાયું. નોધર્ન ટેરીટરી ઓસ્ટ્રેલિયાનો એકમાત્ર વિસ્તાર હતો જ્યાં અત્યાર સુધી કોવિડ-19થી મૃત્યુ નોંધાયું નહોતું.
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ દેશને ફરીથી ખોલવાની યોજનામાં કોઇ ફેરફાર ન કરવાની જાહેરાત કરી.
  • ઓમીક્રોન પ્રકારના ચેપ બાદ આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલા 9 દેશો પર મુસાફરીનો પ્રતિબંધ મૂકવાના નિર્ણયની આફ્રિકન - ઓસ્ટ્રેલિયન સમુદાયે ટીકા કરી.
  • વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ સાઉથ ઓસ્ટ્રેલિયાથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂક્યો, અને તે રાજ્યમાં કોવિડના જોખમનું પ્રમાણ નિમ્નથી મધ્યમ કર્યું.
  • રાષ્ટ્રીય રસીકરણ ગ્રૂપ ATAGI એ જણાવ્યું છે કે બૂસ્ટર ડોઝની સમયમર્યાદામાં ફેરફાર કરવામાં આવશે નહીં.
  • કેન્દ્રીય સરકારે કોવિડ-19 સામે રક્ષણ મેળવવા વધુ 540 મિલીયન ડોલરના ફંડની જાહેરાત કરી.
  • તાસ્મેનિયા 15મી ડિસેમ્બરથી મુસાફરીના નિયમોમાં ફેરફાર કરશે.

કોવિડ-19ના આંકડા:

વિક્ટોરીયામાં 1188 કેસ તથા 11 મૃત્યુ નોંધાયા.

ન્યૂ સાઉથ વેલ્સમાં 337 કેસ નોંધાયા

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 4 કેસ તથા નોધર્ન ટેરીટરીમાં 2 કેસ નોંધાયા.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો


રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

તમારા રાજ્યો તથા ટેરીટરીમાં લાગૂ નિયમો વિશે માહિતી મેળવો

મુસાફરી

આંતરરાષ્ટ્રીય મુસાફરો તથા કોવિડ-19ની માહિતી તમારી ભાષામાં

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.




કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania

Northern Territory


Share

2 min read

Published

By SBS/ALC Content

Presented by SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now