COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના કેસમાં વધારો, લોકોને રસી લેવા સલાહ

6 ઓગસ્ટ 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

NSW COVID-19 update in Sydney. Friday, August 6, 2021.

The media surround NSW Premier Gladys Berejiklian at a press conference to provide a COVID-19 update in Sydney. Friday, August 6, 2021. Source: AAP Image/Mick Tsikas

  • ન્યૂ સાઉથ વેલ્સમાં ઇન્ટેન્સિવ કેરમાં સારવાર લઇ રહેલા મોટાભાગના દર્દીઓએ રસી લીધી નહોતી.
  • વિક્ટોરીયામાં નવા ચેપ નોંધાયા, ચેપ સાથે જ સમુદાયમાં અવર-જવર કરી હોવાની માહિતી.
  • 300થી વધારે ફાર્મસી ક્વિન્સલેન્ડના રસી વિતરણ કાર્યક્રમમાં સામેલ થઇ.

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના નવા 291 કેસ નોંધાયા છે, જેમાંથી ચેપ ધરાવતી 48 વ્યક્તિઓએ ચેપ સાથે જ સમુદાયમાં અવર-જવર કરી હતી. એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે, 

રસી નહીં લેનારી 60 વર્ષીય મહિલાનું સિડનીના દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં મૃત્યું થયું છે. 

પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને કેસની સંખ્યામાં વધારો નોંધાતા કેન્ટરબરી - બેન્ક્સટાઉન વિસ્તારના રહેવાસીઓ જાહેર આરોગ્યના આદેશનું યોગ્ય રીતે પાલન કરે તે માટે વધુ પોલિસ અધિકારી તહેનાત કર્યા છે. 

રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી ડો કેરી ચેન્ટે જણાવ્યું છે કે ઇન્ટેન્સીવ કેરમાં સારવાર લઇ રહેલા 50માંથી 44 દર્દીઓએ રસી લીધી નહોતી જ્યારે 6 દર્દીઓએ પ્રથમ ડોઝ મેળવ્યો હતો. 

ન્યૂ સાઉથ વેલ્સના અદિકારીઓએ તમામ લોકોને રસી મેળવવા માટે અપીલ કરી છે. રસી માટેના ક્લિનીક્સ વિશે અહીંથી માહિતી મેળવો. 

વિક્ટોરીયા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના નવા 6 કેસ નોંધાયા છે. જેમાંથી 2 કેસ અંગે ગુરુવારે 5મી ઓગસ્ટે માહિતી આપવામાં આવી હતી. 

નવા નોંધાયેલા તમામ 6 ચેપ અગાઉના ડેલ્ટા પ્રકારના સંક્રમણ સાથે સંકળાયેલા છે. જોકે, તમામ લોકો ચેપ હોવા છતાં ક્વોટન્ટાઇન થયા નહોતા. 

હોબ્સન્સ બે તથ મેરીબ્યોન્ગમાં નોંધાયેલા નવા ચેપના કારણે ગુરુવારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. 

ચેપનું જોખમ ધરાવતા સ્થળ વિશે માહિતી

ક્વિન્સલેન્ડ

ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના નવા 10 કેસ નોંધાયા છે, આ તમામ કેસ અગાઉ નોંધાયેલા ચેપ સાથે સંકળાયેલા છે. 

330થી વધુ ફાર્મસીઓ રાજ્યના રહેવાસીઓ માટે કોવિડ-19 રસી વિતરણ કાર્યક્રમમાં જોડાઇ છે. 

રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી ડો જેનેટ યંગે જણાવ્યું હતું કે, સાઉથઇસ્ટ ક્વિન્સલેન્ડમાં લાગૂ કરવામાં આવેલું લોકડાઉન 8મી ઓગસ્ટના રોજ સમાપ્ત થશે કે કેમ તે અંગે હાલમાં કોઇ ટીપ્પણી કરવી વહેલી રહેશે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.


 


કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 
ACT 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

NSW 
ACT 

Share

Published

Updated

By SBS/ALC Content
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service