ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના રેકોર્ડ 5000 કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયામાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
ન્યૂ સાઉથ વેલ્સ સરકાર મેલ દ્વારા મફતમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ ટીમ ઉપલબ્ધ કરાવશે. અને, રીટેલ તથા હોસ્પિટાલિટી સ્થળો પર ફરજિયાત QR ચેક - ઇનનો નિયમ અમલમાં આવે તેવી શક્યતા છે.
ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે લોકોને જોખમી સ્થળોએ માસ્ક પહેરવા માટે જણાવ્યું હોવા છતાં પ્રીમિયર ડોમિનીક પેરોટેયે ઇન્ડોર સ્થળે ફરજિયાત માસ્ક પહેરવાના નિયમને અમલમાં મૂકવાનો પ્રતિકાર કર્યો છે.
વિક્ટોરીયામાં, ગુરુવારે રાત્રે 11.59 વાગ્યાથી 8 વર્ષથી મોટી ઉંમરના લોકોએ ઇન્ડોર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત હોવાની એક્ટીંગ પ્રીમિયર જેમ્સ મેર્લિનોએ જાહેરાત કરી છે.
ક્વિન્સલેન્ડમાં કોવિડ-19ના 369 કેસ નોંધાયા છે, જે એક જ દિવસના સૌથી વધુ કેસ છે.
કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં રેકોર્ડ 5715 કેસ નોંધાયા, એક મૃત્યુ થયું.
વિક્ટોરીયામાં રેકોર્ડ 2005 કેસ તથા 10 મૃત્યુ.
ક્વિન્સલેન્ડમાં 369 કેસ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 85 અને તાસ્મેનિયામાં 26 કેસ નોંધાયા.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
તમારા રાજ્યો તથા ટેરીટરીમાં લાગૂ નિયમો વિશે માહિતી મેળવો
મુસાફરી
આંતરરાષ્ટ્રીય મુસાફરો તથા કોવિડ-19ની માહિતી તમારી ભાષામાં
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

