COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં આરોગ્ય સેવાના કર્મચારીઓ માટે ક્વોરન્ટાઇનનો સમય ઓછો કરવામાં આવ્યો

28મી ડિસેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

The Exterior of St Vincent’s Hospital is seen at Darlinghurst in Sydney, Monday, December 27, 2021.  (AAP Image/Mick Tsikas) NO ARCHIVING

The Exterior of St Vincents Hospital is seen at Darlinghurst in Sydney, Monday, December 27, 2021. Source: AAP/Mick Tsikas

  • ન્યૂ સાઉથ વેલ્સે આરોગ્યલક્ષી સેવામાં કાર્ય કરતા કર્મચારીઓના આઇસોલેશનનો સમય 14 દિવસથી ઘટાડીને 7 દિવસ કર્યો.
  • સિડનીની સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલે 1000 લોકોને કોવિડ ટેસ્ટના ખોટા પરિણામ આપ્યાનું સ્વીકાર્યું.
  • ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્યમંત્રી બ્રેડ હઝાર્ડે ક્વિન્સલેન્ડની મુસાફરીની જરૂરિયાતોના કારણે કોવિડ-19 PCR ટેસ્ટની સંખ્યા વધી રહી હોવાનું જણાવ્યું.
  • ક્વિન્સલેન્ડના આરોગ્યમંત્રી યુવેટ ડી-એથે જણાવ્યું છે કે આંતરરાજ્ય મુસાફરો માટે ક્વિન્સલેન્ડ 5માં દિવસે કરવામાં આવતા ટેસ્ટની જરૂરીયાત હટાવશે. પરંતુ, બોર્ડર પાસની અરજીમાં મુસાફરે તે ટેસ્ટની જરૂરીયાત સ્વીકારવી પડશે.
  • વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં, 4થી જાન્યુઆરી 2022 મંગળવાર સુધી, પર્થ અને પીલ વિસ્તારમાં આરોગ્યલક્ષી નિયમો તથા સામાજિક અંતર અંગેના નિયમોનું પાલન કરવું પડશે.
  • સોમવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કુલ 10,000થી પણ વધુ કેસ નોંધાયા હતા. ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા અને સાઉથ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

કોવિડ-19ના આંકડા

ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના 6062 કેસ તથા એક મૃત્યુ થયું છે, જ્યારે વિક્ટોરીયામાં 2738 કેસ અને 4 મૃત્યુ થયા છે.

ક્વિન્સલેન્ડમાં 1158 કેસ નોંધાયા છે જ્યારે 6 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તાસ્મેનિયામાં 43 કેસ નોંધાયા છે.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.


રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

તમારા રાજ્યો તથા ટેરીટરીમાં લાગૂ નિયમો વિશે માહિતી મેળવો

મુસાફરી

આંતરરાષ્ટ્રીય મુસાફરો તથા કોવિડ-19ની માહિતી તમારી ભાષામાં

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી. 

 


કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania

Northern Territory


Share

2 min read

Published

By SBS/ALC Content

Source: SBS Gujarati




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now