- ન્યૂ સાઉથ વેલ્સમાં લગભગ 1000 જેટલા કોવિડ-19 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
- વિક્ટોરીયામાં એસ્ટ્રાઝેનેકાની રસીના 50,000 બુકિંગ્સ ઉપલબ્ધ
- ભાડું ન આપ્યા બદલ ઘરનિકાલ સામે 12 અઠવાડિયા સુધી રોક લગાવતો નિયમ ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં લાગૂ
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1431 કેસ નોંધાયા છે અને 12 મૃત્યુ થયા છે. રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને આગામી દિવસોમાં ડેલ્ટા પ્રકારના કારણે પરિસ્થિતી વધુ ખરાબ થઇ શકે તેમ ચેતવણી આપી હતી.
રાજ્યમાં હાલમાં કોવિડ-19ના કારણે 979 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 160 દર્દીઓ ઇન્ટેન્સિવ કેરમાં તથા 63 દર્દી વેન્ટીલેટર પર છે. આરોગ્ય વિભાગે આગામી પખવાડિયામાં કેસની સંખ્યા વધે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 208 કેસ નોંધાયા છે. જેમાંથી 96 કેસ જાણિતા સંક્રમણ સાથે સંકળાયેલા છે. 60 વર્ષના એક પુરુષનું મૃત્યુ નીપજ્યું છે.
રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે રસીકરણ આગામી મંગળવારે 7મી સપ્ટેમ્બરથી શરૂ થશે ત્યાર બાદ 12 વર્ષના બાળકોને ફાઇઝરની કોવિડ-19 રસી માટે પ્રાથમિકતા મળશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી 18 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 15 લોકોએ ચેપ સાથે જ સમુદાયમાં અવરજવર કરી હતી.
સરકારે કોવિડ લોકડાઉનના કારણે આવક ગુમાવનારા કે નોકરીના કલાકો ઓછા થયા હોવાથી નાણાકિય મુશ્કેલી ભોગવી રહ્યા હોય તેવા ભાડુંઆતોને ભાડુ ન ભરવાના કારણે ઘરમાંથી બહાર કરવા પર 12 અઠવાડિયા સુધી રોક લગાવી છે.
- છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- ક્વિન્સલેન્ડે હોટલની ક્ષમતાના કારણે આગમન પર રોક લગાવ્યા બાદ સોમવાર 6ઠી સપ્ટેમ્બરથી, રાજ્યમાં હોટલ ક્વોરન્ટાઇન માટે 680 રૂમ ઉપલબ્ધ થશે.
- રસી માટે પ્રાથમિકતા મળી રહી હોવા છતાં પણ 16 વર્ષથી મોટી ઉંમરના એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોમાં રસીના બંને ડોઝ લેવાનું પ્રમાણ 20 ટકા જેટલું છે.
- તાસ્મેનિયાના એક્ટીંગ પ્રીમિયર જેરેમી રોક્લિફે આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે ફરજિયાત રસીકરણની જાહેરાત કરી છે.

Source: ALC
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW Travel & transport and Quarantine
- VIC Travel permit, Overseas travellers and Quarantine
- ACT Transport and Quarantine
- NT Travel and Quarantine
- QLD Travel and Quarantine
- SA Travel and Quarantine
- TAS Travel and Quarantine
- WA Travel and Quarantine
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી