- ન્યૂ સાઉથ વેલ્સ માટે વધુ બે સપોર્ટ પેમેન્ટ
- મેલ્બર્ન અને ACTમાં વધુ બે અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાયુ
- ડાર્વિનમાં ૭૨ કલાકનું લોકડાઉન
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં પાછલા 24 કલાકમાં 478 નવા સ્થાનિક ચેપ અને આઠ કોવિડ-19 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે, જેમાંથી પાંચ મૃતકોએ કોરોનાવાઇરસ સામે રક્ષણ આપતી રસી લીધી ન હતી.
ચેપગ્રસ્ત વિસ્તારોમાં 17 વર્ષથી વધુ વયના જે આવશ્યક સેવાના કાર્યકરોને કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ આઇસોલેટ કરવાની સૂચના મળે તેમને નોકરી પર નહિ જવાથી ગુમાવેલી આવકના બદલામાં 320 ડોલરની સરકારી મદદ મળશે.
ટેમ્પરરી વિસાધારકો અને સરકારી રાહત નહિ મેળવનાર અન્ય લોકોને રેડ ક્રોસ તરફથી 400 ડોલરની મદદ પુરી પાડવામાં આવી રહી છે.
સિડનીના સૌથી વધુ ચેપ ધરાવતા 12 વિસ્તારોમાં 20 થી 39 વર્ષના લોકો માટે વધારાની 530,000 Pfizer રસી ફાળવવામાં આવી છે.
તે ઉપરાંત દક્ષિણ પશ્ચિમ સિડની અને પશ્ચિમ સિડનીના 16 થી 39 વર્ષના આવશ્યક સેવાના કાર્યકરો હવે Pfizer રસી મેળવવા નામ નોંધાવી શકે છે. તેમને આ સપ્તાહે Qudos Bank Arena ખાતે આવેલા સમૂહ રસીકરણ કેન્દ્રમાં રસી આપવામાં આવશે.
વિક્ટોરિયા
વિક્ટોરિયામાં ૨૨ નવા સ્થાનિક ચેપ નોંધાયા છે, પાંચ ચેપના સ્ત્રોત જાણી શકાયા નથી.
મેલબર્નમાં ગુરુવાર ૨જી સપ્ટેમ્બરની મધરાત સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. સાથેજ રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધીનો કરફ્યુ પણ લાગુ કરવામાં આવી રહ્યો છે જે આજથી અમલમાં આવી જશે.
છેલ્લા ૨૪ કલાકમાં ઓસ્ટ્રેલિયામાં થયેલા ફેરફાર:
- કોવિડ-૧૯ નો એક સ્થાનિક ચેપ નોંધાતા ગ્રેટર ડાર્વિન અને કેથરીન પ્રદેશમાં ૭૨ કલાક માટે લોકડાઉન લાગુ કરાયું.
- ACTમાં નવા સ્થાનિક ચેપની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ૧૯ નવા ચેપ નોંધાતા લોકડાઉન ૧૫ દિવસ માટે લંબાવવામાં આવ્યું છે.

Source: ALC
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW Travel & transport and Quarantine
- VIC Travel permit, Overseas travellers and Quarantine
- ACT Transport and Quarantine
- NT Travel and Quarantine
- QLD Travel and Quarantine
- SA Travel and Quarantine
- TAS Travel and Quarantine
- WA Travel and Quarantine
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી