COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં રસીના બંને ડોઝ લેનારા લોકોને સોમવારથી કેટલાક નિયંત્રણોમાં છૂટછાટ

10મી સપ્ટેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

NSW Premier Gladys Berejiklian arrives to speak to the media during a press conference in Sydney, Friday, September 10, 2021. (AAP Image/Joel Carrett) NO ARCHIVING

NSW Premier Gladys Berejiklian arrives to speak to the media during a press conference in Sydney, Friday, September 10, 2021. Source: AAP Image/Joel Carrett

  • રીજનલ ન્યૂ સાઉથ વેલ્સમાં ગટરના પાણીમાં કોવિડ-19 વાઇરસ મળી આવ્ઓ,  નવું એકપણ સંક્રમણ નહીં.
  • વિક્ટોરીયામાં V/Line ટ્રેન સર્વિસમાં વિક્ષેપ
  • ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં વધુ રસી બુકિંગ ઉપલબ્ધ
  • ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી એક કેસ નોંધાયો.

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1542 કેસ તથા 9 મૃત્યુ નોંધાયા છે. 

વધુ ચેપગ્રસ્ત 12 સ્થાનિક સરકારી વિસ્તાર સિવાયના વિસ્તારમાં રહેતા અને રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો 13મી સપ્ટેમ્બર સોમવારથી 5ની સંખ્યામાં આઉટડોર સ્થળે મળી શકશે. 

12 સ્થાનિક વિસ્તારોમાં રહેતા રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો કસરત કર્યા ઉપરાંત તેમના ઘરના સભ્ય સાથે પિકનીક કે મનોરંજના માટે બહાર જઇ શકશે. 

ટેમવર્થ, લાઇટનીંગ રીજ, ગ્લેન ઇન્સ, કેલ્બુરા બિચ તથા મોરુયા વિસ્તારના ગટરના પાણીમાં કોવિડ-19નો વાઇરસ મળી આવ્યો છે. 

સોમવાર 13મી સપ્ટેમ્બરથી, ન્યૂ સાઉથ વેલ્સ આરોગ્ય વિભાગ 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સના જીવંત પ્રસારણને બદલે ઓનલાઇન વીડિયો દ્વારા માહિતી આપશે. 

તમારી રસીની એપોઇન્ટમેન્ટ આજે બુક કરાવો

વિક્ટોરીયા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 334 કેસ નોંધાયા છે. જેમાંથી 149 કેસ વર્તમાન સંક્રમણ સાથે સંકળાયેલા છે. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 

સધર્ન ક્રોસ સ્ટેશનથી ગીપ્સલેન્ડ મુસાફરી કરનારા ટ્રેન ડ્રાઇવરને કોવિડ-19નું સંક્રમણ થતાં 20 V/Line services માં વિક્ષેપ થયો હતો. આ વિક્ષેપનો આંકડો હજી 100 ટ્રેન સુધી પહોંચે તેવી શક્યતા છે. 

તમારી નજીકના રસીકરણ કેન્દ્ર વિશે અહીંથી માહિતી મેળવો.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 24 કેસ નોંધાયા છે, જેમાંથી 6 લોકોએ ચેપ સાથે સમુદાયમાં અવરજવર કરી હતી. 

અધિકારીઓએ લોકોને રસી માટેના તેમના વર્તમાન બુકિંગને MyDHR system દ્વારા વહેલું કરવા જણાવ્યું છે. ટેરીટરીમાં 30,000 વધારાની એપોઇન્ટ્મેન્ટ્સ ઉપલબ્ધ થઇ છે. 

રસી માટે તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવો

છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી

  • ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી એક કેસ નોંધાયો છે, બ્રિસબેનના સનીબેન્ક વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ મોર કોલેજમાં અભ્યાસ કરતા એક કિશોરને કોવિડ-19 નિદાન થયું છે. 

ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania

Northern Territory


દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania
Northern Territory 


Share

3 min read

Published

By SBS/ALC Content

Presented by SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now