- ન્યૂ સાઉથ વેલ્સમાં નર્સના જૂથ દ્વારા વધુ વળતર તથા વધુ કર્મચારીઓની માંગ સાથે મંગળવારે હડતાલ પાડવામાં આવી છે. સવારે 7 વાગ્યે શરૂ થયેલી હડતાલ 24 કલાક સુધી અમલમાં રહેશે.
- સિડનીમાં સંસદ ગૃહની સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.
- ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્યમંત્રીએ આ હડતાલને નિરાશાજનક વર્ણવી છે. ઉલ્લેખનીય છે કે ઇન્ડ્રસ્ટ્રીયલ રીલેશન્સ કમિશને તેને રદ કરવાની માંગ કરી હોવા છતાં હડતાલ પાડવામાં આવી છે.
- હડલાતના સમયે અન્ય જીવનરક્ષક સેવાઓને જાહેર હોસ્પિટલમાં અને આરોગ્ય સુવિધામાં સેવા માટે તહેનાત કરવામાં આવી છે.
- પ્રોટીન આધારિત નોવાવેક્સની રસી હવે જીપી ક્લિનિક્સ, ફાર્મસી અને રાજ્યો દ્વારા ચલાવવામાં આવેલા રસીકરણ કેન્દ્રોમાં ઉપલબ્ધ થશે.
- 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને પ્રથમ તથા બીજા ડોઝ માટે રસી મંજૂરી કરવામાં આવી છે. તે 18 વર્ષથી નાની ઉંમરના લોકો તથા બૂસ્ટર ડોઝ માટે ઉપલબ્ધ નથી.
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું છે કે જે લોકો અગાઉ અન્ય રસી માટે રાહ જોતા હતા તથા જે-તે રસી નહોતી મેળવી શકતા તેમને આ રસીનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
- Vaccine Clinic Finder વેબસાઇટ હવે ઓસ્ટ્રેલિયામાં નોવાવેક્સની રસીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે.
- વિક્ટોરીયાના વિરોધ પક્ષના નેતા મેથ્યુ ગાયને રાજ્યની સંસદમાં માસ્ક નહીં પહેરવા બદલ 100 ડોલરનો દંડ કરવામાં આવ્યો. વિક્ટોરીયાના અન્ય 4 સાંસદોને પણ દંડ કરવામાં આવ્યો.
- વર્તમાન વર્ષમાં પ્રથમ વખત વિક્ટોરીયામાં કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો.
- તાસ્મેનિયાના ડેપ્યુટી પ્રીમિયર તથા આરોગ્ય મંત્રી જેરેમી રોક્લિફે જણાવ્યું છે કે રાજ્યના કોવિડ અસરગ્રસ્ત 3 એજ કેરમાં ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્મના અધિકારીઓ સેવા આપશે.
કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 1583 દર્દીઓ હોસ્પિટલમાં છે, તથા 96 દર્દીઓ આઇસીયુમાં છે, રાજ્યમાં કોવિડ-19ના નવા 8201 કેસ તથા 16 મૃત્યુ થયા છે.
વિક્ટોરીયામાં 441 દર્દીઓ હોસ્પિટલમાં છે જેમાંથી 67 આઇસીયુ તથા 14 વેન્ટીલેટર પર છે. રાજ્યમાં વધુ 20 મૃત્યુ તથા 8162 કેસ નોંધાયા છે.
ક્વિન્સલેન્ડમાં નવા 5286 કેસ તથા 10 મૃત્યુ નોંધાયા છે. 462 દર્દીઓ હોસ્પિટલમાં છે તથા જેમાંથી 35 ઇન્ટેન્સિવ કેર તથા 16 દર્દી વેન્ટીલેટર પર છે.
તાસ્મેનિયામાં નવા 513 કેસ નોંધાયા છે,
સાઉથ ઓસ્ટ્રેલિયામાં 1138 કેસ નોંધાયા છે, 219 લોકો હોસ્પિટલમાં, 18 ઇન્ટેન્સિવ કેરમાં તથા 5 વેન્ટીલેટર પર છે.
વિવિધ રાજ્યોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટના રજીસ્ટ્રેશન ફોર્મ -
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી