COVID-19 અપડેટ: ઓમીક્રોન પ્રકારના ચેપની સંખ્યા 31 સુધી પહોંચી

7મી ડિસેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Yvette D'Ath Waziri wa Afya wa Queensland

Waziri wa Afya wa Queensland Yvette D'Ath, asema wanataka kila mtu awe na krismasi salama pamoja na wapendwa wao. Source: AAP Image/Darren England

  • ઓમીક્રોન પ્રકારના ચેપના ભયના કારણે કેનબેરાની સ્કૂલ સાથે સંકળાયેલા 180 લોકોને આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા.
  • ન્યૂ સાઉથ વેલ્સમાં ઓમીક્રોન ચેપના નવા 6 કેસ નોંધાયા, કુલ સંખ્યા 31 સુધી પહોંચી.
  • રસી નહીં મેળવનારા લોકો 17મી ડિસેમ્બરથી ક્વિન્સલેન્ડમાં, જીવન જરૂરીયાતના વેપાર - ઉદ્યોગોમાં પ્રવેશ નહીં મેળવી શકે.
  • ક્વિન્સલેન્ડના આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે ગોલ્ડ કોસ્ટમાં નોંધાયેલો પોઝીટીવ કેસ એજ કેર સુવિધા સાથે સંકળાયેલો છે પરંતુ એજ કેર સુવિધામાં હજી સુધી એક પણ વ્યક્તિને વાઇરસનું નિદાન થયું નથી.
  • ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસના સર્વે પ્રમાણે, અગાઉના વર્ષોની સરખામણીમાં દર 3માંથી એક વ્યક્તિ આ વર્ષે આગામી તહેવારો માટે ઓછી ઉત્સાહિત છે અને 61 ટકા લોકો જો મુસાફરીના પ્રતિબંધો અમલમાં રહેશે તો એકલા રહેતા તેમના પરિવારજનો તથા મિત્રો માટે ચિંતિત છે.

કોવિડ-19ના આંકડા

વિક્ટોરીયામાં 1185 કેસ તથા 7 મૃત્યુ નોંધાયા.

ન્યૂ સાઉથ વેલ્સમાં 260 કેસ તથા 2 મૃત્યુ નોંધાયા.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 3 કેસ જ્યારે ક્વિન્સલેન્ડમાં એક કેસ નોંધાયો.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો


રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

તમારા રાજ્યો તથા ટેરીટરીમાં લાગૂ નિયમો વિશે માહિતી મેળવો

મુસાફરી

આંતરરાષ્ટ્રીય મુસાફરો તથા કોવિડ-19ની માહિતી તમારી ભાષામાં

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.




કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania

Northern Territory


Share

2 min read

Published

By SBS/ALC Content

Presented by SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now