COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં ઓમીક્રોન પ્રકારના ચેપની સંખ્યામાં વધારો

6 ડિસેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Signage is seen at Regents Park Christian School in Regents Park, Sydney

Signage is seen at Regents Park Christian School in Regents Park, Sydney Source: AAP Image/Bianca De Marchi

  • ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના ઓમીક્રોન પ્રકારના ચેપની સંખ્યા 25 સુધી પહોંચી. 14 કેસ સ્થાનિક સંક્રમણથી તથા 11 ચેપ વિદેશથી આવેલા પ્રવાસીઓમાં નોંધાયા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, નવા 9 કેસ ઇન્ડોર ક્લાઇમ્બિંગ જીમ સાથે સંકળાયેલા છે. જેના કારણે સિડનીના પશ્ચિમમાં આવેલી 2 શાળાઓને પણ અસર પહોંચી છે.
  • સાઉથ ઓસ્ટ્રેલિયાએ વિક્ટોરીયા, ન્યૂ સાઉથ વેલ્સ તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીથી આવતા મુસાફરો માટે વધારાની ટેસ્ટીંગ અને આઇસોલેશનની ગોઠવણ કરી છે. સાઉથ ઓસ્ટ્રેલિયાના પોલીસ કમિશ્નર એન્ડ ઇમર્જન્સી કો-ઓર્ડિનેટર ગ્રાન્ટ સ્ટીવન્સે જણાવ્યું હતું કે, તેઓ ફરીથી સરહદો બંધ કરવાનો નિર્ણય લેશે નહીં.
  • ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 12 કે તેથી મોટી ઉંમરના 98 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા છે.
  • વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિયેશને રાજ્યની સરહદો ફરીથી ખોલવામાં આવે ત્યાં સુધીમાં રાજ્યના 5 કે તેથી મોટી ઉંમરના 90 ટકા રહેવાસીઓ રસીના બંને ડોઝ મેળવી લે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. સરકારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 12 કે તેથી મોટી ઉંમરના 90 ટકા રહેવાસીઓ રસીના બંને ડોઝ મેળવી લેશે ત્યારે સરહદો ખોલવાનું આયોજન કર્યું છે.
  • વિક્ટોરીયાના પ્રવાસન મંત્રી માર્ટીન પાકુલાએ જણાવ્યું છે કે નવા ઓમીક્રોન પ્રકારના ચેપનો ભય હોવા છતા ક્રિસમસના સમયે રાજ્યની સરહદો ખુલી હોવી જોઇએ.
  • યુનાઇટેડ સ્ટેટ્સના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઓમીક્રોન પ્રકારનો ચેપ ડેલ્ટા ચેપ કરતા ઓછો જોખમી હોવાનું શરૂઆતના અભ્યાસમાં જાણવા મળી રહ્યું છે. 

કોવિડ-19ના આંકડા 

વિક્ટોરીયામાં 1073 કેસ અને 6 મૃત્યુ નોંધાયા.

ન્યૂ સાઉથ વેલ્સમાં 208 કેસ નોંધાયા.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 6 કેસ નોંધાયા.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.



રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

તમારા રાજ્યો તથા ટેરીટરીમાં લાગૂ નિયમો વિશે માહિતી મેળવો

મુસાફરી

આંતરરાષ્ટ્રીય મુસાફરો તથા કોવિડ-19ની માહિતી તમારી ભાષામાં

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania

Northern Territory


Share

2 min read

Published

By SBS/ALC Content

Presented by SBS Gujarati

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now