COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ભારે વધારો

4થી જાન્યુઆરી 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

sydney testing aap

Health care workers collect information from members of the public as they queue in their cars for a COVID-19 PCR test at the St Vincent’s Drive-through Clinic. Source: Credit: AAP Image/Bianca De Marchi

  • ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના ઓમીક્રોન પ્રકારના ચેપની સંખ્યા વધી છે તથા હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો નોંધાયો છે. હાલમાં 1344 દર્દીઓ કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ છે.
  • નવા વર્ષે સ્કૂલ શરૂ થાય ત્યારે કોવિડ-19 સામે સુરક્ષા માટે આરોગ્ય તથા શિક્ષણ અધિકારીઓની મિટીંગ.
  • આજથી રસીના બીજા તથા ત્રીજા ડોઝ વચ્ચેનો ગાળો ચાર મહિના થઇ જતા લગભગ 7.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ત્રીજો ડોઝ મેળવવા લાયક બન્યા છે.
  • કેમીસ્ટ વેરહાઉસના ડાયરેક્ટર મારિયો ટેસ્કમે કેન્દ્રીય સરકારને રેપીડ એન્ટીજન ટેસ્ટ પર લાગૂ જીએસટી હટાવવા જણાવ્યું છે. જેથી ટેસ્ટની કિંમત ઘટાડી શકાય.
  • ક્વિન્સલેન્ડના મુખ્ય આરોગ્ય અધિકારી ડો જ્હોન ગેરાર્ડે જણાવ્યું છે કે ક્વિન્સલેન્ડ પેથોલોજીમાં સોમવારે કરવામાં આવેલા ટેસ્ટમાંથી 23 ટકા ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા.
  • છેલ્લા ચાર મહિનામાં અમેરિકામાં કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પ્રથમ વખત 100,000ને પાર થઇ ગઇ છે. અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસે આ માહિતી આપી હતી.
કોવિડ-19ના આંકડા

ન્યૂ સાઉથ વેલ્સમાં 23,131 કેસ તથા 2 મૃત્યુ. 

વિક્ટોરીયામાં 14,020 કેસ તથા 2 મૃત્યુ.

ક્વિન્સલેન્ડમાં 5699 નવા કેસ.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 926 કેસ જ્યારે તાસ્મેનિયામાં 702 કેસ નોંધાયા છે. 

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.


રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

મુસાફરી

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી. 




કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 
ACT 

Share

Published

Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service