- વિક્ટોરીયામાં પ્રથમ રસીનો પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 80 ટકા સુધી પહોંચી.
- ન્યૂ સાઉથ વેલ્સમાં શાળા નિર્ધારીત તારીખ કરતા એક અઠવાડિયા વહેલી શરૂ થશે.
- આજે મધ્યરાત્રીથી ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં નિયંત્રણો વધુ હળવા થશે.
- ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 6 કેસ નોંધાયા.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1438 કેસ નોંધાયા છે, જેમાંથી 500 કેસ ગ્રાન્ડ ફાઇનલ વીકેન્ડમાં ભેગા થયેલા લોકોમાં નોંધાયા છે. 5 લોકોના મૃત્યુ પણ થયા છે.
વિક્ટોરીયાના કોવિડ-19 કમાન્ડર જેરોમ વેઇમરે જણાવ્યું છે કે, આજે નોંધાયેલા કેસ રાજ્યને ફરીથી ખોલવાની યોજના માટે મોટા ફટકા સમાન છે.
પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું છે કે ફાઇઝરના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનો સમયગાળો 6 અઠવાડિયાથી ઘટાડીને 3 અઠવાડિયા કરવામાં આવ્યો છે. આગામી મહિનાથી રસીનો વધુ જથ્થો મળવાપાત્ર હોવાથી આ ફેરફાર કરવામાં આવ્યો છે.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 941 કેસ તથા 6 મૃત્યુ નોંધાયા છે.
પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને જણાવ્યું છે કે, કિન્ડરગાર્ટનના બાળકો, યર 1 તથા યર 2ના વિદ્યાર્થીઓ અગાઉ નક્કી કરેલા સમય કરતા એક અઠવાડિયા વહેલા 18મી ઓક્ટોબરથી શાળાએ જઇ શકશે.
અન્ય તમામ વિદ્યાર્થીઓ અનુક્રમે 25મી ઓક્ટોબર તથા 1લી નવેમ્બરથી શાળાએ જઇ શકશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 31 નવા કેસ નોંધાયા છે.
શુક્રવાર 1લી ઓક્ટોબર રાત્રે 12.01 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા થશે, આઉટડોર સ્થળે મનોરંજનનો સમય વધારવામાં આવ્યો, નેશનલ પાર્ક ફરીથી ખુલશે, કેટલાક રીટેલ વેપાર - ઉદ્યોગોને વધુ ભથ્થા મળશે.
60 વર્ષથી મોટી ઉંમરના રહેવાસીઓ ફાઇઝરની રસી મેળવવા લાયક બનશે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- બ્રિસબેન, ગોલ્ડ કોસ્ટ, લોગન, મોરેટોન બે, ટાઉન્સવિલ તથા પાલ્મ આઇલેન્ડના સ્થાનિક સરકારી વિસ્તારોમાં ગુરુવારે 30 સપ્ટેમ્બર 2021 સાંજે 4 વાગ્યાથી બીજા તબક્કાના નિયંત્રણો અમલમાં આવશે.
- કેન્દ્રીય સરકારે એક વખત 80 ટકા લોકો રસીના બંને ડોઝ મેળવી લે ત્યારે નોકરી ગુમાવનારા તથા વેપાર સહાય માટેના કોવિડ-19 ડિઝાસ્ટર ફંડને બંધ કરવા અંગે જણાવ્યું છે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW Travel & transport and Quarantine
- VIC Travel permit, Overseas travellers and Quarantine
- ACT Transport and Quarantine
- NT Travel and Quarantine
- QLD Travel and Quarantine
- SA Travel and Quarantine
- TAS Travel and Quarantine
- WA Travel and Quarantine
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી