નોધર્ન ટેરીટરીમાં કોવિડ-19ના નવા 8 કેસ નોંધાયા છે. જેમાંથી 5 કેસ રોબિન્સન રીવરના સમુદાયમાં નોંધાયા છે. કેથરીન તથા રોબિન્સન રીવર વિસ્તારમાં સોમવાર સાંજે 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ટેરીટરીમાં માસ્ક પહેરવાનો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે.
વિક્ટોરીયાની સંસદ બહાર પેન્ડેમિક લૉ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા નાના સમૂહની પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુસે ટીકા કરી છે. ગુરુવારે પણ લૉ અંગે ચર્ચા કરવામાં આવશે.
ફાઇઝરે એન્ટીવાઇરલ કોવિડ-19 ગોળી માટે કરાર કર્યા છે. ગોળી ઘરમાં સારવાર દરમિયાન લઇ શકાય છે જે કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ થવા કે મૃત્યુની શક્યતાને ઓછી કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે તેમ મનાય છે.
કોવિડ-19ના નવા કેસ
વિક્ટોરીયા - 916 કેસ 9 મૃત્યુ
ન્યૂ સાઉથ વેલ્સ - 231 કેસ, કોઇ મૃત્યુ નહીં
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી - 6 કેસ અને ક્વિન્સલેન્ડમાં એક પણ કેસ નહીં.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. કોવિડ-19 દરમિયાન સર્વિસીસ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉપલબ્ધ સહાયતા વિશે તમારી ભાષામાં માહિતી.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી