COVID-19 અપડેટ: સગર્ભા મહિલાઓને ચેપ લાગે તો ગર્ભપાતનું જોખમ વધુ

25 જુલાઇ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Experts advice pregnant women to exercise social distancing measures and good hygiene throughout their pregnancy. (file)

Experts advise pregnant women to exercise social distancing measures and good hygiene throughout their pregnancy. (file) Source: AAP/AP Photo/Charles Krupa

સોમવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 32 દર્દીઓના મૃત્યુ તથા 36,000 નવા ચેપ નોંધાયા હતા. 

19 મૃત્યુ સાઉથ ઓસ્ટ્રેલિયામાં તથા 7 ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયા હતા.

ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા બંનેમાં કોવિડ-19ના દૈનિક કેસની સંખ્યા 10,000થી વધુ થઇ ગઇ છે.
કેન્દ્રીય સરકારે એજ કેર માટે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના અધિકારીઓની સેવાને સપ્ટેમ્બર મહિના સુધી લંબાવી છે. ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ કર્મચારીઓ પરનું દબાણ ઘટાડવા માટે વધુ અધિકારીઓ તહેનાત કરશે.

22મી જુલાઇના રોજ, રેસિડેન્સિયલ એજ કેર સુવિધામાં સક્રિય કેસની સંખ્યા 1013 હતી. ન્યૂ સાઉથ વેલ્સમાં 332, વિક્ટોરીયામાં 211, ક્વીન્સલેન્ડમાં 219, સાઉથ ઓસ્ટ્રેલિયામાં 109 તથા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 103 રહેવાસીઓને ચેપ લાગ્યો છે.

સિડનીના ન્યૂમાર્ચ હાઉસમાં કોવિડ-19 ચેપને કાબુમાં લેવામાં આવેલા પગલાં અંગે કોરોનરની તપાસ શરૂ થઇ ગઇ છે. એપ્રિલથી જૂન 2020 દરમિયાન એજ કેરમાં કોવિડ-19ના કારણે 19 રહેવાસીઓના મૃત્યુ થયા હતા.

યુનાઇટેડ કિંગડમમાં કરવામાં આવેલા રાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યા પ્રમાણે, જે સગર્ભા મહિલાઓ ગર્ભધારણના પ્રથમ 3 મહિનામાં કોવિડ-19થી ચેપગ્રસ્ત થાય છે તેમને ગર્ભપાતનો ખતરો વધી જાય છે.

અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, સગર્ભા મહિલાઓએ ચેપ ન લાગે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વસ્છતા જાળવવી જરૂરી છે.

સિડની મોર્નિંગ હેરાલ્ડના જણાવ્યા પ્રમાણે, મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ન્યૂ સાઉથ વેલ્સમાં લગભગ 4000 જેટલા બાળકોને કોવિડના નિયમોના ભંગ બદલ દંડ કરવામાં આવ્યો છે. કેટલાક બાળકોને એકથી વધુ વખત દંડ કરાયો છે.

લગભગ 800થી વધુ બાળકો વર્ક ડેવલોપમેન્ટ દ્વારા તેમનો દંડ ભરશે. જેમાં સામાજિક સેવા, કોર્સ, કાઉન્સિંલીંગ જેવા કાર્યક્રમોમાં ભાગ લઇને દર મહિને 1000 જેટલો દંડ ઓછો કરી શકાય છે.

જે રહેવાસીઓ કોવિડ-19 પોઝીટીવ હોય તેઓ નેશનલ કોરોનાવાઇરસ હેલ્પલાઇનનો 1800 020 080 પર સંપર્ક કરી સહાયતા તથા માહિતી મેળવી શકે છે. 

આરોગ્ય ટીમ 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ ઉપલબ્ધ છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. what you can and can't do

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, check what your options are


તમારી ભાષામાં માહિતી મેળવો. COVID-19 jargon in your language



SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share

Published

Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service