COVID-19 update: બિન-અંગ્રેજી ભાષી રાષ્ટ્રોથી આવતા લોકોએ એકથી વધુ બૂસ્ટર ડોઝ લીધા હોવાની શક્યતા ઓછી

29મી સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

WET WEATHER SYDNEY

Pedestrians in the Sydney CBD. (file) Source: AAP / PAUL BRAVEN/AAPIMAGE

Key Points

  • NSW શુક્રવારની રાષ્ટ્રીય કેબિનેટ બેઠકમાં ફરજીયાત આઇસોલેશન સમાપ્ત કરવા દબાણ કરશે
  • નવા સાપ્તાહિક વૈશ્વિક કોવિડ-19થી મૃત્યુમાં 18 ટકાનો ઘટાડો થયો- WHO

ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોવિડ-19 માટે રસીકરણ અટકી ગયું છે.

અભ્યાસ દર્શાવે છે કે ઓછું શિક્ષણ ધરાવતા, ઓછી આવક ધરાવતા, જે લોકો બિન-અંગ્રેજી ભાષી રાષ્ટ્રમાં જન્મ્યા હતા કે જેઓ સંસ્થાઓ પર વિશ્વાસ ધરાવતા નથી, જાહેર પ્રસારણ સેવાઓ, રેડિયો કે અખબારો અને સમાચારો સાથે જોડાયેલા નથી અને મુખ્યત્વે જેઓ જમણેરી વિચારધારા ધરાવતા હોય તેમાંના અમુક લોકોએ ત્રીજી કે ચોથી કોવિડ-19 રસીનો ડોઝ લીધો હોઈ શકે છે.

25થી 34 વયના સૌથી ઓછા લોકોએ ત્રીજી અને ચોથી રસી લીધી છે.

અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે કોવિડ-19નું સકારાત્મક પરીક્ષણ આવ્યું હોય તેવા ઓસ્ટ્રેલિયનોને બૂસ્ટરડોઝ નહીં મળ્યો હોય તેવી શક્યતાઓ છે.

શુક્રવારે રાષ્ટ્રીય કેબિનેટની બેઠકમાં NSWનમા પ્રીમિયર ડોમિનિક પેરોટેયની ફરજીયાત કોવિડ-19 આઇસોલેશનને રદ્દ કરવાની માંગ અંગે ચર્ચા થાય તેવી શક્યતા છે.

31મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય કેબિનેટની બેઠક બાદ કોવિડ-19નું પરિક્ષણ સકારાત્મક આવે તો આઇસોલેશનનો સાત દિવસનો સમયગાળો ઘટાડીને પાંચ દિવસનો કરવામાં આવ્યો હતો.

NSW હેલ્થ વિભાગે જણાવ્યું હતું કે BA.5/BA.4 સિવાયના ઓમિક્રોનના પેટાપ્રકારના કેસનું નિરીક્ષણ થઇ રહ્યુ છે.

રાજ્યમાં ગયા અઠવાડિયે PCR પરિક્ષણ દ્વારા નવા પેટાપ્રકારો જેમ કે BA.2.75 અને BA.4.6ના અનુક્રમે 12.4 અને 5.2 ટકા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે 25મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં કુલ નવા સાપ્તાહિક કોવિડ-19 કેસમાં 11 ટકા અને મૃત્યુમાં 18 ટકાનો ઘટાડો થયો છે.

રોગચાળો શરૂ થયો ત્યારથી વૈશ્વિક સ્તરે 612 મિલિયનથી વધુ કેસ અને 6.5 મિલિયન મૃત્યુ નોંધાયા છે.

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:

ACTNew South WalesNorthern TerritoryQueensland

South AustraliaTasmaniaVictoriaWestern Australia

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

ACTNew South WalesNorthern TerritoryQueensland

South AustraliaTasmaniaVictoriaWestern Australia

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

ACTNew South WalesNorthern TerritoryQueensland

South AustraliaTasmaniaVictoriaWestern Australia

વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો, check the latest travel requirements and advisories

તમારી ભાષામાં માહિતી મેળવો COVID-19 jargon in your language

SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share

2 min read

Published

Presented by Mirani Mehta

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now