Latest

COVID-19 અપડેટ: 5-11 વર્ષના બાળકો માટે બૂસ્ટર ડોઝને TGAની મંજૂરી

21મી સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

CHILD VACCINATIONS VICTORIA

A health worker administers a COVID-19 vaccine at a pop-up vaccination clinic in Melbourne. (file) Source: AAP / CON CHRONIS/AAPIMAGE

Key Points
  • ક્વિન્સલેન્ડમાં જાહેર પરિવહન દરમિયાન ફરજીયાત ફેસમાસ્કનો નિયમ હટાવાયો
  • બે કોવિડ-19 દવાઓ અસરકારક નહિ હોવાની સલાહ
  • વૈશ્વિક આરોગ્ય સત્તાવાળાઓની બે નવા પેટાપ્રકારો પર નજર
થેરાપ્યુટીક ગુડ્સ એડમિનિસ્ટ્રેશનએ 5-11 વર્ષની વય ધરાવતા બાળકોને Pfizerની બૂસ્ટર ડોઝ લેવાની પરવાનગી આપી છે.

જો કે, ઓસ્ટ્રેલિયન ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન હજુ રસીની સમીક્ષા કરી રહી છે અને આરોગ્ય મંત્રીને ભલામણ કરવાની પણ બાકી છે.

ક્વિન્સલેન્ડમાં ટેક્સી અને રાઇડશેર સેવાઓ સહિત જાહેર પરિવહન દરમિયાન ફેસ માસ્કના નિયમોને રદ્દ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ટ્રેન માટે રાહ જોવા દરમિયાન પ્લેટફોર્મ પર, બસ સ્ટોપ, ટેક્સી સ્ટેન્ડ અથવા તો પિક અપ વિસ્તારમાં રાહ જોતી વખતે રહેવાસીઓએ ફેસ માસ્ક પહેરવાની જરૂરી નથી.

વિક્ટોરિયા અને ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરીમાં હજુ પણ રહેવાસીઓએ જાહેર બસ સેવાઓ અને ટ્રેનમાં ફેસ માસ્ક પહેરવું ફરજીયાત છે.

ACT આ મહિનાના અંત સુધીમાં જાહેર પરિવહન પર ફેસ માસ્કની જરૂરિયાતોને રદ્દ કરી શકે છે.

હેલ્થ એન્ડ એજ કેરના સહાયક આરોગ્ય મંત્રી ગેડ કેર્નીએ જણાવ્યું હતું કે સરકાર કોવિડ-19 રસીઓ અને ચેપ પરના નવા અભ્યાસ માટે રોકાણ કરી રહી છે.

આ અભ્યાસ કિડની અને ફેફસાના રોગ, આંતરડાના સોજાના રોગ, સંધિવા સંબંધી રોગ, એચઆઇવી અને અંગ પ્રત્યારોપણ સાથે જીવતા બાળકો અને પુખ્ત વયના લોકોમાં રોગપ્રતિકારક પ્રતિભાવનું મુલ્યાંકન કરશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશને બે એન્ટિબોડી સારવાર સોટ્રોવિમાબ અને કાસિરીવિમાબ-ઇમ્ડેવિમાબ કોવિડ-19 સામે અસરકારક નહિ હોવાની સુચના આપી છે.

સંશોધકો BF.7 નામના નવા પ્રકાર પર નજર રાખી રહ્યા છે.

આ પ્રકાર કે જેને BA.5.2.1.7 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઘણા દેશોમાં જોવા મળે છે પરંતુ બેલ્જિયમમાં તે 25 ટકાથી વધુ અને ફ્રાન્સ, જર્મની અને ડેનમાર્કમાં લગભગ 10 ટકા ચેપ માટે જવાબદાર છે.

અન્ય નવા પ્રકાર BA.4.6 પણ ચિંતાનો વિષય છે કારણ કે તે યુએસમાં ચેપના 10 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે.

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિત
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવ

વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,

તમારી ભાષામાં માહિતી મેળવો COVID-19 jargon in your language

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share

Published

Presented by Mirani Mehta
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
COVID-19 અપડેટ: 5-11 વર્ષના બાળકો માટે બૂસ્ટર ડોઝને TGAની મંજૂરી | SBS Gujarati