COVID-19 અપડેટ: TGA દ્વારા ફાઇઝરના બુસ્ટર ડોઝને મંજૂરી, રસીના બંને ડોઝ મેળવી લેનારા ઓસ્ટ્રેલિયન્સ 1લી નવેમ્બરથી પ્રવાસ કરી શકશે

27મી ઓક્ટોબર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

File photo of passengers wearing protective masks collecting baggage after arriving on a flight at Sydney Airport.

File photo of passengers wearing protective masks collecting baggage after arriving on a flight at Sydney Airport. Source: AAP

  • TGAએ ઓસ્ટ્રેલિયામાં રસીના બીજા ડોઝના છ મહિના બાદ ફાઇઝર રસીના બુસ્ટર ડોઝને મંજૂરી આપી, 18 કે તેથી મોટી ઉંમરના લોકો તે મેળવી શકશે.
  • ન્યૂ સાઉથ વેલ્સમાં અમર્યાદિત મુસાફરી વિશે મહામારી નિષ્ણાતે ચેતવણી આપી.
  • રસીના બંને ડોઝ મેળવી લેનારા મુસાફરો 1લી નવેમ્બરથી મુસાફરીની મંજૂરી વિના ઓસ્ટ્રેલિયા છોડી શકશે.

ન્યૂ સાઉથ વેલ્સ

Advertisement
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 304 કેસ નોંધાયા છે. મંગળવારે રાજ્યમાં 282 કેસ નોંધાયા હતા.

મહામારી નિષ્ણાતે સોમવાર 1લી નવેમ્બરથી સમગ્ર ન્યૂ સાઉથ વેલ્સમાં નિયંત્રણો વિના આંતરીક મુસાફરીના નિર્ણય સામે ચેતવણી આપી છે. મેરી લુઇસ મેક્લોસે જણાવ્યું છે કે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં રસીકરણનું સ્તર ઉંચુ લાવવાની જરૂર છે.

પ્રીમિયર ડોમિનીક પેરોટેયે જણાવ્યું છે કે તેમની કોવિડ ઇકોનોમિક રીકવરી કમિટી "રોડમેપની સમીક્ષા" કરશે. 

તમારી નજીકના વિશે માહિતી મેળવો.

વિક્ટોરીયા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1534 કેસ તથા 13 મૃત્યુ નોંધાયા છે. શુક્રવારથી વેપાર - ઉદ્યોગો માટેના વધુ નિયંત્રણો હળવા થઇ રહ્યા છે.

રાજ્ય સરકાર કેફે, હોટલ, રેસ્ટોરન્ટ્સ તથા બારને નવી સાધન-સામગ્રી ખરીદવા માટે 2000 ડોલરના વાઉચર્સ આપી રહી છે. 

QR code ચેક-ઇન એપમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. હવે તે વપરાશકર્તાને તેમણે જોખમી સ્થળની મુલાકાત લીધી હતી કે કેમ તે વિશે જાણકારી આપશે.

તમારી  બુક કરાવો.

છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી

  • થેરાપ્યુટીક ગુડ્સ એડમિનીસ્ટ્રેશન (TGA) એ 18 કે તેથી મોટી ઉંમરના લોકોને કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવ્યાના 6 મહિના બાદ ફાઇઝરની રસીનો બુસ્ટર ડોઝ લેવા મંજૂરી આપી છે. પ્રથમ તબક્કામાં એજ કેરના રહેવાસીઓને રસીનો ત્રીજો ડોઝ મળે તેવી શક્યતા છે. 
  • તાસ્મેનિયાની સરકારના જણાવ્યા પ્રમાણે, રાજ્યના જાહેર આરોગ્ય ક્ષેત્રમાં કાર્ય કરતા 97 ટકા કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે.
  • ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં કોવિડ-19ના 12 નવા ચેપ નોંધાયા છે. ટેરીટરીમાં રસીકરણનો આંક 90 ટકા સુધી પહોંચવા પર છે. 


ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 

Share
Published 27 October 2021 at 1:33pm
By SBS/ALC Content
Presented by SBS Gujarati
Source: SBS