- ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા તથા ક્વિન્સલેન્ડમાં કોવિડ-19ના કારણે કુલ 74 મૃત્યુ નોંધાયા છે. મહામારી દરમિયાન ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલા સૌથી વધુ મૃત્યુ.
- ઓમીક્રોન પ્રકારના ચેપના કારણે આરોગ્ય સેવા પર અસર થતા હોસ્પિટલ્સ માટે વિક્ટોરીયાએ Code Brown ઇમર્જન્સીની જાહેરાત કરી.
- વિક્ટોરીયાના ડેપ્યુટી પ્રીમિયર જેમ્સ મેર્લિનોએ જણાવ્યું છે કે રાજ્યની આરોગ્ય સુવિધા કર્મચારીઓની અછત સામે ઝઝૂમી રહી છે.
- આદેશ પ્રમાણે, છ રીજનલ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલ્સના કર્મચારીઓને તેમની રજાઓમાંથી પરત બોલાવવામાં આવી શકે છે.
- ન્યૂ સાઉથ વેલ્સમાં 29,830 નવા કેસ નોંધાયા છે. પીસીઆર ટેસ્ટીંગ દ્વારા સૌથી વધુ કેસ નોંધાયા છે, હાલમાં 2850 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાંથી 209 આઇસીયુમાં છે.
- સિડની મોર્નિંગ હેરાલ્ડના જણાવ્યા પ્રમાણે, રાજ્યના 1.2 મિલિયન વિદ્યાર્થીઓએ સ્કૂલમાં પરત ફરવાની યોજના અંતર્ગત અઠવાડિયામાં 2 વખત રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવો પડી શકે છે.
- તાસ્મેનિયામાં આજે મધ્યરાત્રીથી લાગૂ થનારા નિયમ અંતર્ગત, રસીના બંને ડોઝ મેળવી લેનારા મુસાફરોએ તેમની મુસાફરીની વિગતો કે મુસાફરી અગાઉ કોવિડ ટેસ્ટ કરવો જરૂરી નથી. જોકે, રસી નહીં મેળવનારા લોકો માટે નિયમોમાં ફેરફાર થશે નહીં.
- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્વિન્સલેન્ડ સરકારે નવું શાળાકિય વર્ષ 2 અઠવાડિયા મોડું શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
- ક્વિન્સલેન્ડમાં 16 મૃત્યુ નોંધાયા છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી યુવેટ ડી એથે હોસ્પિટલમાં વાઇરસનું સંક્રમણ વધુ ન થાય તે માટે મુલાકાતીઓને લાગૂ નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
- કોવિડ-19 કેસની સંખ્યા વધતા યુરોપિયન યુનિયને રસી નહીં મેળવનારા ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના તથા કેનેડાથી આવતા મુસાફરો માટે મુસાફરીના નિયમો કડક કર્યા.
ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટના રજીસ્ટ્રેશન ફોર્મ
કોવિડ-19ના આંકડા -
ન્યૂ સાઉથ વેલ્સમાં 29,830 નવા કેસ તથા 36 મૃત્યુ, વિક્ટોરીયામાં 20,180 નવા કેસ તથા 22 મૃત્યુ.
ક્વિન્સલેન્ડમાં 15,962 કેસ તથા 16 મૃત્યુ જ્યારે તાસ્મેનિયામાં 1310 કેસ નોંધાયા.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો sbs.com.au/coronavirus
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
- કોવિડ-19ની રસી માટે COVID-19 vaccine in your language પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી