COVID-19 અપડેટ: વિક્ટોરીયા રેપીડ એન્ટીજન ટેસ્ટ ઉપલબ્ધ કરાવશે

6ઠ્ઠી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

Victorian Health Minister Martin Foley (left) and Victorian COVID-19 Commander Jeroen Weimar arrive to address the media during a press conference in Melbourne, Wednesday, October 6, 2021.

Victorian Health Minister Martin Foley (left) and Victorian COVID-19 Commander Jeroen Weimar in Melbourne, Wednesday, October 6, 2021. Source: AAP/James Ross

  • વિક્ટોરીયા 2.2 મિલીયન રેપીડ એન્ટીજન ટેસ્ટની ખરીદી કરશે.
  • ન્યૂ સાઉથ વેલ્સ વેપાર - ઉદ્યોગો માટે નવી નાણાકિય સહાયતા ઉપલબ્ધ કરાવશે
  • કેનબેરામાં 12થી મોટી ઉંમરના 66 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા
  • ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી એકપણ કેસ નહીં

વિક્ટોરીયા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1420 કેસ નોંધાયા છે, તથા 11 લોકોના મૃત્યુ થયા છે. વર્તમાન સંક્રમણમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 68 સુધી પહોંચી ગઇ છે. 

સરકારે આરોગ્ય સુવિધાને 2.2 મિલીયન રેપીડ એન્ટીજન ટેસ્ટ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. ત્યાર બાદ, વધુ ભયજનક સ્થળો જેમ કે, શાળા, ઇમર્જન્સી સેવાઓમાં તેને ઉપલબ્ધ કરાવાશે.

આરોગ્ય મંત્રી માર્ટીન ફોલીએ જણાવ્યું હતું કે, વિક્ટોરીયાના 90,000 લોકોએ મંગળવારે રસી લીધી હતી. જે 5 ઓક્ટોબર મંગળવારે સમગ્ર દેશમાં થયેલા રસીકરણના અડધાથી પણ વધુ હતી.

તમારી નજીકના રસીકરણ કેન્દ્ર વિશે માહિતી મેળવો.

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 594 કેસ તથા 10 મૃત્યુ થયા છે. 

કોવિડ-19 બિઝનેસ સપોર્ટ માટે લાયક ન હોય તેવા વેપાર - ઉદ્યોગોને નાણાકિય સહાય આપવા માટે  Hardship Review Panel શરૂ કરવામાં આવી છે. 

આજે રસીની એપોઇન્ટ બુક કરાવો.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 28 કેસ તથા એક મૃત્યુ થયું છે. 

હોસ્પિટલમાં એક શીશૂને કોવિડ-19નું નિદાન થયું છે. 

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં હાલમાં 395 સક્રીય કેસ છે. 

તમારી રસીની એપોઇન્ટમેન્ટ બુક કરાવો.

છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી

  • બ્રિસબેન રસીના પ્રથમ ડોઝના 70 ટકા લક્ષ્યાંક સુધી પહોંચવા જઇ રહ્યું છે ત્યારે, પ્રીમિયર અનાસ્તાસિયા પલાશયે ઇપ્સવિચ, લોગન, બ્યૂડેઝર્ટ અને ધ સનશાઇન કોસ્ટના લોકોને કોવિડ-19 રસી લેવા માટે જણાવ્યું છે. 

ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania

Northern Territory


દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania
Northern Territory 


Share

3 min read

Published

By SBS/ALC Content

Presented by SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now