શુક્રવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 40 દર્દીઓના મૃત્યુ થયા હતા.
જેમાંથી 19 વિક્ટોરીયામાં, 11 ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયા હતા.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં અગાઉ થયેલા 6 મૃત્યુ શુક્રવારે નોંધાયા હતા.
ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે ઓમીક્રોનના B.1.1.529 પ્રકારના ચેપના કારણે રાજ્યમાં કોવિડ કેસની સંખ્યા વધી છે.
શુક્રવારે રાજ્યમાં 7551 કેસ નોંધાયા હતા
જ્યારે વિક્ટોરીયામાં 8025 ચેપનું નિદાન થયું હતું.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 7174 કેસ નોંધાયા હતા.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના વધુ નિયંત્રણો હળવા થઇ રહ્યા છે.
આજે શુક્રવારથી રાજ્યના વેપાર - ઉદ્યોગોમાં ફરજિયાત રસીકરણનો નિયમ હટાવવામાં આવી રહ્યો છે.
જોકે, આરોગ્ય સુવિધા, રેસીડેન્સિયલ એજ કેર તથા ડિસેબિલિટી કેર જેવી સુવિધામાં કાર્ય કરતા કર્મચારીઓએ રસી મેળવી હોય તે જરૂરી છે.
કોલ્સ અને વૂલવર્થ્સ જેવી કેટલીક કંપનીઓએ રસીનો નિયમ યથાવત રાખ્યો છે.
વિક્ટોરીયામાં આગામી દિવસોમાં 10 પ્રાથમિક શાળાઓમાં રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઘણા રસીકરણ કેન્દ્રોને બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 10મી જૂન બપોરે 3.50 વાગ્યાથી નિકોલ્સ ખાતે કોવિડ-19 ટેસ્ટીંગ સેન્ટર કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. કર્મચારીઓ મિશેલ ટેસ્ટીંગ સેન્ટર ખાતે કાર્ય કરશે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો