COVID-19 અપડેટ: વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ઓમીક્રોનના ચેપમાં વધારો, નવું ICU યુનિટ શરૂ થશે

15મી માર્ચ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ની માહિતી.

Vifaa vya vipimo vya rapid antigen vyatolewa ndani ya boxi.

Serikali ya Magharibi Australia kwa sasa inatoa vifaa vya vipimo vya RAT 15 bure kwa kila nyumba jimboni humo. Source: AAP Image / Joel Carrett

  • આજથી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ઘરદીઠ 15 જેટલી રેપીડ એન્ટીજન ટેસ્ટ કિટ મેળવી શકાશે.
  • અગાઉ દરેક ઘરને 5 રેપીડ એન્ટીજન ટેસ્ટ કિટ આપવામાં આવી હતી. હવે, રાજ્ય સરકારે અગાઉ રજીસ્ટ્રેશન કરાવનારા લોકોને વધુ 10 કિટ આપવાનો નિર્ણય લીધો છે.
  • વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રી એમ્બર-જેડ સેન્ડરસને 24 બેડની ક્ષમતા ધરાવતા ઇન્ટેન્સિવ કેર યુનિટને ખુલ્લુ મૂક્યું હતું. આ યુનિટ રોયલ પર્થ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે. બુધવાર 16મી માર્ચથી દર્દીઓ તેમાં ભરતી થઇ શકશે.
  • મંત્રી સેન્ડરસને જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કોવિડના કેસની સંખ્યા વધી છે જેના કારણે વધુ એક યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલમાં આઇસીયુની ક્ષમતા 145 સુધી પહોંચી છે.
  • ક્વિન્સલેન્ડના આરોગ્ય મંત્રી યુવેટ ડી એથે જણાવ્યું છે કે તેમને કોવિડ-19નું નિદાન થયું છે.
  • સાઉથ ઓસ્ટ્રેલિયામાં કોવિડ- રેડી કમિટી રાજ્યમાં માસ્ક પહેરવા તથા નજીકના સંપર્કમાં આવેલા લોકોના આઇસોલેશન સહિતના નિયમોમાં ફેરફાર કરવા માટે મિટીંગ યોજશે. 
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા

ન્યૂ સાઉથ વેલ્સમાં 6 દર્દીઓના મૃત્યુ તથા નવા 10,689 કેસ નોંધાયા છે.

વિક્ટોરીયામાં 4 દર્દીઓના મૃત્યુ તથા કોવિડ-19ના નવા 7460 કેસ નોંધાયા છે.

તાસ્મેનિયામાં 1376 કોવિડ ચેપનું નિદાન થયું છે.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 1 મૃત્યુ તથા 786 નવા ચેપ નોંધાયા છે.

ક્વિન્સલેન્ડમાં 5589 નવા કેસ તથા 10 દર્દીઓના કોવિડ-19થી મૃત્યુ થયા છે.




કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. what you can and can't do

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, check what your options are


તમારી ભાષામાં માહિતી મેળવો. COVID-19 jargon in your language



SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share

Published

Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service