- વિક્ટોરીયાના કોવિડ કમાન્ડર જેરોમ વેઇમરે જણાવ્યું છે કે રાજ્યના રહેવાસીઓએ ઘરમાં જ રસીકરણની સેવા મેળવવી હોય તો તેમણે તેમના જીપી અથવા સ્થાનિક આરોગ્ય ટીમનો સંપર્ક કરવો જરૂરી છે.
- દેશના પૂર્વીય તટના રાજ્યોમાં ઇન્ડોરમાં માસ્ક પહેરવાનો નિયમ હટાવવામાં આવી રહ્યો છે જ્યારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં માસ્ક પહેરવાનો નિયમ લંબાવવામાં આવ્યો છે.
- કોવિડ દંડ ન ભરી શકે તેવી પરિસ્થિતિ ધરાવતા લોકોનો દંડ માફ કરવાની માંગ વધી છે.
- આજથી ન્યૂ સાઉથ વેલ્સમાં, મોટાભાગના ઇન્ડોર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત નથી. પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ, હોસ્પિટલ તથા એજ કેર સુવિધામાં માસ્ક પહેરવું જરૂરી છે.
- જેલની મુલાકાત દરમિયાન તથા 1000થી વધુ લોકો ભેગા થઇ શકે તેવા ઇન્ડોર મ્યુઝીક કાર્યક્રમમાં પણ માસ્ક પહેરવું જરૂરી છે.
- વિક્ટોરીયામાં પ્રાથમિક શાળામાં યર 3થી મોટા વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું જરૂરી છે. તથા અર્લી ચાઇલ્ડહૂડ સેન્ટર તથા પ્રાથમિક શાળામાં કાર્ય કરતા કર્મચારીઓએ પણ માસ્ક પહેરવું પડશે.
- પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રસીના 2 ડોઝ ન મેળવ્યા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું આરોગ્ય મંત્રી માર્ટિન ફોલીએ જણાવ્યું હતું.
- સાઉથ ઓસ્ટ્રેલિયામાં, ખાનગી કાર્યક્રમોમાં ડાન્સિંગ તથા ગાયનને પરવાનગી, આઉટડોર સ્થળે રમતસ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ શકશે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 1144 દર્દીઓ હોસ્પિટલમાં છે જ્યારે 64 ઇન્ટેન્સિવ કેરમાં છે. રાજ્યમાં 6 મૃત્યુ તથા 7583 કેસ નોંધાયા હતા.
વિક્ટોરીયામાં 11 મૃત્યુ તથા 6580 કોવિડ ચેપ નોંધાયા છે.
ક્વિન્સલેન્ડમાં, 5440 નવા કેસ તથા 7 દર્દીઓના મૃત્યુ થયા છે. 350 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તાસ્મેનિયામાં નવા 851 કેસ નોંધાયા છે. તથા 1 દર્દીનું મૃત્યુ થયું છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં નવા 773 કેસ નોંધાયા છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ અહીંથી માહિતી મેળવો.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
ACT New South Wales Northern Territory Queensland
South Australia Tasmania Victoria Western Australia
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો
ACT New South Wales Northern Territory Queensland
South Australia Tasmania Victoria Western Australia
ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. what you can and can't do
નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, check what your options are
તમારી ભાષામાં માહિતી મેળવો. COVID-19 jargon in your language
SBS Coronavirus portal પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

