SKIP TO MAIN CONTENT

દુનિયાને ઊંધા ચશ્મા થી અનોખો અભિગમ દેખાડનાર તારક મહેતા

"બિચારો શબ્દ નો અર્થ હું સમજુ એ પહેલા એ શબ્દ મારા કાન ની વેન વે સ્ટ્રીટ માં ઘુસી ને ઝેરી વાયરસ ની માફક નસે નસ માં ઘુસી ગયો " ACTION REPLAY -તારક મહેતા

Tarak Mehta
Source: Pic/Twitter

4 min read

Published

Updated

By Amit Mehta



Skip to article content

ટપુડો અને જેઠાલાલ નું નામ આવતાજ આપણા મનમાં એમનું શબ્દચિત્ર ઉપસી આવે,ટપુડો આવો જ હશે અને એ આમજ કરે એમ આપણે માની જ લઈએ.આવી કોઈ જીવિત વ્યક્તિ નથી એ સભાનપણે જાણતા હોવા છતાંય  એ હયાત છે એમજ આપણે માનીએ. આવા અમર કેરેકટર સર્જનારા તારક મહેતા પોતે કેવા હતા એ જાણવું ઇન્ટરેસ્ટિંગ છે.એક હાસ્ય લેખક હોવા છતાંય human nature , માનવ મન ની  complex  knot   ( આંટી ઘૂંટી) એકદમ સરળતા થી ઉકેલી છે.તારક મહેતા ની આત્મકથા Action Replay માં  આ વાત એમણે સરસ રીતે લખી છે.

Action Replay માં માત્ર હાસ્ય નહિ પણ એમના જીવનની વાત અત્યંત પ્રામાણિક તા થી લખી છે.આપણે આપણા Immidiate Family - કુટુંબીજનો ને કહેતાંય   વિચાર કરીયે તેવી વાત ડિસેન્ટ રીતે શિષ્ટતા થી લખી છે.

Action Replay બે ભાગ મા પ્રકાશિત થઇ છે. ૧૯૯૨ ની સાલ મા ગુજરાતી મા India Today નામનું મેગઝીન પ્રસિદ્ધ થતું હતું તેમાં હપ્તાવાર આ એકશન રીપ્લે આવતી હતી.આવા મોટા ગજા ના લેખકે પોતાની આત્મકથા માં વારંવાર ત્રણ થી ચાર વાતો લખી છે.જન્મ(૨૬-૧૨-૧૯૨૯) ના દસમા દિવસે ( ૩-૧-૧૯૩૦) મા મનોહર  ગૌરી  નું પરલોક સિધાવવું, ( જન્મ -મરણ ની ભેદ રેખા ભૂંસાઈ),પોતા ના માટે બિચારો શબ્દ નો ઉપયોગ, પોતે દારૂ પિતા તે અને સાઠોદરા નાગર જ્ઞાતિ મા જન્મ્યા તે. આ પુસ્તક મા જ્યાં જન્મ્યા ઉછર્યા અને રહ્યા  તે નડિયાદ,ભરૂચ, મુંબઈ,અમદાવાદ મા ખાડિયા નો વિસ્તાર ની વાતો એમાં સંસ્મરણો રૂપે લખી છે.પહેલા ચાર પાંચ પ્રકરણ મા કદાચ અશ્લીલ કહી શકાય કે લાગે એવી વાતો આટલી ડિસેન્ટલી લખી છે કે skilled editor પણ તેને edit  કરી શકે તેમ નથી.

અમદાવાદ ની L D  કોલેજ માં educate થયા તેની અગાસી  માં તેમને ન ગમતી બંગાળણ, ગમતી સાઉથ ઇન્ડિયન સરોજિની ની લાગણી નિખાલસતા થી લખી છે.તે જન્મ્યા ઉછર્યા રહ્યા અને વ્યવસાય કર્યો તે અમદવાદ નું ખાડિયા, નડિયાદ,ભરૂચ,મુંબઈ ,લેખન ઉપરાંત નાટક ના જીવ હોવા થી સ્ટેજ ઉપર અને સ્ટેજ પાછળ થયેલા અનુભવો લખ્યા છે. તેમને ત્રણ સેક્સુઅલ ઓફર થયેલી તે, સ્ત્રી સાથે નો સંબંધ, શું સારું? શું નરસું? સમાજ શું કહેશે? મા બાપ કહે તેમ કરવું કે કેમ? જાતીયતા અને અશ્લીલતા ( sexuality  and  pornography )  ની thin line - પાતળી ભેદ રેખા convincingly લખી છે. આવી ગહન વાતો સરળતા થી સમજાવી છે.પહેલા ચાર પાંચ પ્રકરણ માં એમ લખ્યું છે કે આજે જો આ પુસ્તક છાપવાનું હોય તો કોઈ છાપે કે કેમ? તારક મહેતા ને નજીક થી ઓળખનારા લેખકો- પત્રકારો એમ મને છે અને  જે વ્યક્તિ આ પુસ્તક  વાંચે તે એટલું તો કબૂલેકે તારક મહેતા ધાર્મિક નહોતા પણ આદ્યાત્મિક જરૂર હતા.

તારક Cમહેતા ચહેરા નું વર્ણન એવું કરતા કે કાલ્પનિક પાત્ર હોય તોય આપણી નજર સમક્ષ તારી આવે, અથવા કોઈ આર્ટિસ્ટ ને વર્ણન વંચાવો તો તે એવુજ પ્રોટ્રેટ બનાવે. મૂળ નડિયાદ  ના અને સરસ્વતીચંદ્ર ફિલ્મ ના ડિરેક્ટર ગોવિંદ સરૈયા નું વર્ણન કર્યું છે કે " શરીરે બટકા અને આકાર માં ફૂટબોલ ,ઘઉંવર્ણા ,ગાલ પર શેકેલા પાપડ જેવા ખીલ ના ખાડા ખૈયા ,મંજરી આંખો, ઘટ્ટ અર્ધ ગોળાકાર ભ્રમરો ,નાક ની જગ્યાએ લીંબુ માં ફળ જેવો ભઠ્ઠો , જાડા હોઠ ,માથે ઘટ્ટ જાડા કાળા વાળ, નાનપણમાં તેલ માં ચિપકાવી ઓળેલા વાળ ,આવા સાધારણ દેખાવ માં અસાધારણ વ્યક્તિત્વ."

તારક મહેતા ને બિચારો (માના મૃત્યુ ને કારણે) કહેતા તે,, પોતે દારૂ પિતા તે અને સાઠોદરા નગર કોમ માં જન્મ થયો તે કાયમ યાદ રહેતું એમ લખ્યું છે. દારૂ બહુ પીધો તે અંગે લખતા દારૂડિયા બે પ્રકાર ના હોય છે.એક હોશ માં આવવા પીવે છે અને બીજો બેહોશ થવા પીવે છે.હું શરમાળ લઘુતા ગ્રંથિ થી પીડાતો બીકણ માણસ હતો દારૂ થી આત્મવિશ્વાસ વધે છે ,ખુલી ને વાત કરી શકું છું ,ક્ષોભ વગર ખડખડાટ હસી શકું છું.જીભ ના લોચા વળે કે પગ લથડે તે શરમ આવે છે માટે શયનખંડ નું શરણું લઇ લઉં છું.સામે થીજ દારૂડિયો છું એમ કહી દઉં છું.દારૂડિયા નું લેબલ લાગે તે ગમતું નથી.

એમણે લખ્યું છે મારા દાદા દારૂડિયા હતા તો હતા,લફરાબાજ હતા તો હતા , આપઘાત કર્યો હતો તો કર્યો હતો તેમાં મારે શું કરવા શરમાવું.મારા દાદા લખતા અને પૈસા ના મળતા તેથી હું લખતો ત્યારે મારા બાપા એ ચિંતા ,ગુસ્સો કર્યો પણ મને પ્રોત્સાહન આપ્યું અને આ કરી શક્યો- જનુભાઈ (જનેન્દ્ર) જેવા પિતા મળ્યા તેજ મારુ સદ્ભાગ્ય.

છેલ્લે લખ્યું  છે આપણા બાળકો થી છુપાવવું પડે એવું જીવન જીવવું ના જોઈએ ,અને જીવાય જાય તો છુપાવવું ના જોઈએ નહિ તો બાળકો એમનું જીવન આપણાથી છુપાવતા થઇ જાય A  K  56 વસાવતા થઇ જાય.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now