SKIP TO MAIN CONTENT

દેશના વડાપ્રધાનને થયો $250નો દંડ

ન્યુ સાઉથ વેલ્સ રોડ એન્ડ મેરિટાઇમ સિક્યુરિટી વડે સિડની હાર્બર ખાતે વડાપ્રધાન ટર્નબુલને લાઈફ જેકેટ ન પહેરવાના કારણે કરવામાં આવ્યો દંડ.

Malcolm Turnbull
Source: Boat safe ride safe Twitter

1 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

વડાપ્રધાન માલ્કમ ટર્નબુલ સિડની હાર્બર ખાતે બોટમાં થોડા અંતર સુધી લાઈફ જેકેટ પહેર્યા વગર ગયા હતા. આ કારણે ન્યુ સાઉથ વેલ્સ રાજ્યની રોડ અને મેરિટાઇમ સિક્યુરિટી વડે તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેવું ફેરફેક્સ મીડિયા તરફથી જાણવા મળ્યું છે.

ન્યુ સાઉથ વેલ્સ રાજ્યની રોડ અને મેરિટાઇમ સિક્યુરિટીનું કહેવું છે કે ," $250 ડોલરનો દંડ વડાપ્રધાનને આ સપ્તાહના આરંભે તેમની નાવમાં લાઈફ જેકેટ પહેર્યા વગર નજીકના અંતર સુધી જવાના કારણે ફટકારવામાં આવ્યો છે."

શ્રી ટુર્નબુલને તેમના સિડની નિવાસ સ્થાન પોઇન્ટ પાઇપર નજીકના બીચ પર નાવમાં લાઈફ જેકેટ પહેર્યા વગર જોવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગતોપ્રમાણે વડાપ્રધાને વોટરવે સલામતીનો જે નિયમ ભંગ કર્યો છે તે મુજબ - 4.8 મીટર થી  નાની નાવમાં એકલા  મુસાફરી કરનારે લાઈફ જેકેટ પહેરવી ફરજીયાત છે અથવા દંડ કરવામાં આવશે.

આ અંગે ભૂલ સ્વીકારતા અને સબક શીખ્યાનું વડાપ્રધાને પોતાની ફેસબુકની પોસ્ટ દ્વારા જણાવ્યું હતું.

Malcolm Turnbull
Source: Malcolm Turnbull Facebook

વડાપ્રધાનના પ્રવક્તા દ્વારા જણાવાયુ  હતું કે વડાપ્રધાન આ દંડ  ભરી દેશે.  

 

Follow us on Facebook.

 


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now