ડેરી ફાર્મર્સના 1 લીટર અને 3 લીટર ફૂલ ક્રીમ દૂધને સુપરમાર્કેટ્સમાંથી તાત્કાલિક ધોરણે પરત લેવામાં આવી રહ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે દૂધના કેટલાક જથ્થામાં E. coli બેક્ટેરિયાના સંક્રમિત થયા હોય તેવી શક્યતાને ધ્યાનમાં લઇને પરત લેવામાં આવી રહ્યું છે.
લાયન ડેરી એન્ડ ડ્રીન્ક્સ ના જણાવ્યા પ્રમાણે, ન્યૂ સાઉથ વેલ્સના પેનરિથ ખાતેના પ્લાન્ટમાં પેક થયેલા દૂધના જથ્થામાં E. coli બેક્ટેરિયા સંક્રમિત થયા હોય તેવું અનુમાન છે. તેથી સાવચેતીના પગલે દૂધનો જથ્થો પરત લેવાઇ રહ્યો છે.

Dairy Farmers recalls 1L and 3L full cream milk Source: SBS Gujarati
કંપનીના જણાવ્યા પ્રમાણે, તેઓ ખાદ્યપદાર્થોની સુરક્ષાને ધ્યાનમાં લઇ રહ્યા છે અને જે કોઇ પણ વ્યક્તિ સંક્રમિત દૂધનો વપરાશ કરે તે બિમાર થઇ શકે છે.
પેનરિથ ખાતેના પ્લાન્ટમાં પેક થયેલા જથ્થાને ન્યૂ સાઉથ વેલ્સના વિવિધ Coles, Woolworths અને IGA સ્ટોર્સમાં વેચાણ માટે મોકલવામાં આવ્યો હતો.
જોકે, અત્યાર સુધી કોઇ પણ ગ્રાહકની ફરિયાદ આવી નહીં હોવાનું કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.
ડેરી ફાર્મર્સના અન્ય કોઇ ઉત્પાદનો પરત લેવામાં આવી રહ્યા નથી
જો કોઇ ગ્રાહકો 3 લીટર અને 1 લીટર ફૂલ ક્રીમ મિલ્કનો વપરાશ કર્યો હોય અને તેમને માંદગી જણાય તો તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવા અંગે કંપનીએ જણાવ્યું હતું.
Share

