SKIP TO MAIN CONTENT

દક્ષિણ ઓસ્ટ્રેલિયન રાજ્યોમાં ગરમી વધે તેવી આગાહી

ઓસ્ટ્રેલિયાના ચાર રાજ્યોએ સખત ગરમીનો સામનો કરવો પડી શકે છે. તાપમાન 10થી 14 ડિગ્રી સુધી વધે તેવી શક્યતા.

A heatwave is forecast to sweep across South Australia, NSW, Victoria and Tasmania this week.
A heatwave is forecast to sweep across South Australia, NSW, Victoria and Tasmania this week. Source: AAP

2 min read

Published

Presented by Vatsal Patel


Skip to article content

ઓસ્ટ્રેલિયાના ચાર રાજ્યોમાં આગામી દિવસમાં ભારે ગરમી તથા આગની ઘટનાઓ બને તેવી આગાહી કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયાના દક્ષિણ તટ પર આવેલા રાજ્યોમાં ગરમી વધે તેવી શક્યા છે. બ્યૂરો ઓફ મેટેયોરોલોજીના જણાવ્યા પ્રમાણે આ રાજ્યોમાં આગામી દિવસોમાં તાપમાન સામાન્યથી 10થી 14 ડિગ્રી સેલ્સીયસ જેટલું વધી શકે છે.

દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી દે તેમ લાગી રહ્યું છે.

મેટેયોરોલોજીસ્ટ જોનાથન હાઉના જણાવ્યા પ્રમાણે, દેશના મોટાભાગના વિસ્તારમાં ગરમી વધી રહી છે અને ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. આ ગરમી 2018ના અંત સુધી રહે તેવી શક્યતા છે.

The BOM has forecast three days of heatwave conditions starting from Friday December 28
The BOM has forecast three days of heatwave conditions starting from Friday December 28 Source: bom.gov.au

"સમગ્ર દેશમાં ગરમીનો પારો વધી રહ્યો છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પિલ્બારા વિસ્તારથી ઓસ્ટ્રેલિયાના દક્ષિણ વિસ્તારો ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા સુધી ગરમીની અસર અનુભવાઇ રહી છે."

સાઉથ ઓસ્ટ્રેલિયા તથા વિક્ટોરીયાના કેટલાક વિસ્તારોમાં આગ લાગવાની શક્યતાઓ પણ વધી ગઇ છે. વિક્ટોરીયાના આરોગ્ય વિભાગે ગરમીના સમયમાં સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે ચેતવણી આપી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, "ગરમીના કારણે સગર્ભા મહિલાઓ, અગાઉથી જ માંદગીનો અનુભવ કરી રહેલા લોકો, 65 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો તથા બાળકોએ વધુ સાવચેત રહેવું જોઇએ.

કેનબેરા તથા સિડનીમાં નવા વર્ષની શરૂઆત સુધી સખત ગરમી અનુભવાશે તેમ લાગી રહ્યું છે.

કેનબેરામાં ગરમીને પારો આગામી પાંચ દિવસ સુધી 35 ડિગ્રી સેલ્સીયસને પાર રહે જ્યારે પશ્ચિમ સિડનીમાં પારો 40 ડિગ્રી સેલ્સીયસને પાર રહે તેવી શક્યતા છે.

heatwave_aap_1.jpg
Source: AAP

પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના માર્બલ બાર વિસ્તારમાં આગામી આઠ દિવસ સુધી ગરમીનો પારો 45 ડિગ્રી સેલ્સીયસથી પણ વધુ રહે તેવી આગાહી છે.

મેલ્બોર્ન તથા એડિલેડમાં ગરમી અનુક્રમે 35 ડિગ્રી તથા 41 ડિગ્રીની આસપાસ રહેશે. જોકે, વીકેન્ડમાં પારો નીચે ઉતરે તેવી શક્યતા છે.

ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને આગામી મહિનાઓમાં ભારે ગરમીનો સામનો કરવો પડે તેમ લાગી રહ્યું છે.

હોવના જણાવ્યા પ્રમાણે, "ઉનાળાનો આ પ્રથમ મહિનો છે અને આગામી મહિનાઓમાં વધુ ગરમી પડશે તેમ લાગી રહ્યું છે."

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ ઉનાળામાં સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે.

Follow SBS Gujarati on Facebook.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now