અમેરિકી વિજ્ઞાનીઓનું માનવું છે કે લોહીનું દબાણ જરાક પણ ઓછું થાય અને તેના કારણે જે ચક્કર જેવું અનુભવાય તેને ઓર્થોસ્ટેટિક અથવા પોસ્ટરલ હાઇપોટેંશન તરીકે ઓળખવામાં આવે છે. આવું વારંવાર થવાના કારણે મગજને મોટું નુકસાન થઇ શકે છે. તેનો સંબંધ સંજ્ઞાત્મક નબળાઈ અને વૃદ્ધાવસ્થામાં ડિમેન્શિયા સાથે હોવાની સંભાવના છે.
લોહીનું દબાણ ઓછું થવાથી લોહીના પ્રવાહ પર પણ અસર થાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઓર્થોસ્ટેટિક હાઇપોટેંશનથી પીડિત છે તેઓને ડિમેન્શિયા ની બીમારીનો ભય 40 ટકા જેટલો વધુ રહે છે. અને સંજ્ઞાત્મક ક્ષમતા માં પણ 15ટકા ધટાડો થાય છે.અમેરિકી વૈજ્ઞાનિકો વડે ધમનીઓના રોગથી પીડિત 11,503 લોકોની તાપસ કરવામાં આવી જેમની સરેરાશ આયુ 54 વર્ષની હતી. તેઓ અલગ અલગ ચાર સમુદાયથી હતા. દરેક વ્યક્તિને 20 મિનિટ સુવડાવીને, તેમને ઉભા થવાનું કહેવામાં આવ્યું હતું અને તેમના લોહીના દબાણની ચકાસણી કરવામાં આવી હતી.
પ્રમુખ સંશોધક ડો. એન્ડ્રીઆ રોવલિંગ્સનું કહેવું છે કે, ઘણી વખત ક્ષણિક થતા અનુભવોની અસર લાંબા ગાળાની હોય છે. અમને અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે ઓર્થોસ્ટેટિક હાઇપોટેંશન ધરાવતા 40 ટકા લોકોમાં ડિમેન્શિયા થવાનો ખતરો છે. આ વિષય પર મહત્વની માહિતી મેળવવા શું થઇ રહ્યું છે તે જાણવા આ અભ્યાસ ખુબ મદદરૂપ નીવડ્યો છે.આ તારણો અમેરિકન હાર્ટ એસોશિયેશનની એપી/ લાઇફસ્ટાઇલ 2017 ની બેઠકમાં રજુ કરવામાં આવ્યા.
આ આગાઉ સંશોધકો એ સૂચવ્યું હતું કે સંજ્ઞાત્મક ક્ષમતા અને ઓર્થોસ્ટેટિક હાઇપોટેંશન વચ્ચે સંબંધ છે પણ તે લાંબાગાળાનો છે.
ડો. રોવલિંગ્સની નોંધ છે કે ઓર્થોસ્ટેટિક હાઇપોટેંશન થવા પાછળનું મુખ્ય કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ ક્ષેત્રે વધુ તાપસ ની જરૂર છે.
એક અંદાજ મુજબ આવતા 40 વર્ષમાં 6.4 મિલિયન ઓસ્ટ્રેલિયનો ડિમેન્શિયા હશે.આ બીમારી થી બચવા માટે પ્રૌઢ આયુથી જ જીવનશૈલીમાં સુધાર કરવો જોઈએ. જેમકે શારીરિક રીતે સક્રિય રહેવું, મગજને કસરત કરાવવી, હદય અને લોહીના દબાણની નિયમિત ચકાસણી કરાવવી અને સામાજિક રીતે સક્રિય રહેવું.
Share

