Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

શું આપ "ભારતની જળવાયુ પરિવર્તનનો સામનો કરવા અંગેની પહેલ વિષે જાણો છો"?

વિશ્વ પર્યાવરણ દિવસ 2018 ની મેજબાની આ વર્ષે ભારત કરશે. ભારત સરકાર અને ભારતીય દૂતાવાસો દ્વારા આ ઉજવણી અંગે ખાસ પહેલ કરવામાં આવી રહી છે. ભારતના સિડની ઉચ્ચાયુક્ત દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

Plastic Pollution
Source: CC0 Creative Commons Free Photos

દરવર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૈશ્વિક સ્તરે જુદી જુદી થીમ અને જુદા જુદા દેશોની મેજબાની સાથે કરવામાં આવે છે.

વર્ષ 1974 થી શરુ થયેલ આ ઉજવણી, પર્યાવરણના જતન માટે જાગૃતિ ફેલાવવાનું એક વૈશ્વિક ફલક બની  છે. દર વર્ષે વિશ્વના 100 થી વધુ દેશો ઓફિસીયલી આ ઉજવણીનો ભાગ બને છે.

આ વર્ષે "બીટ પ્લાસ્ટિક પોલ્યુશન " એટલેકે "પ્લાસ્ટિકના કચરાની નાબુદી" ની થીમ સાથે પર્યાવરણ દિવસ ઉજવવામાં આવશે.

ભારતના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ડો. હર્ષવર્ષને એક નિવેદનમાં જણાવ્યું કે, "આ વર્ષે ભારત 5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની મેજબાની કરવા  ઉત્સાહિત છે. ભારતીય દર્શન અને જીવનશૈલી લાંબા સમયથી પ્રકૃતિ  સાથે સહ અસ્તિત્વની અવધારણામાં માને છે. અમે પૃથ્વીને વધુ સ્વચ્છ અને લીલી બનવવા માટે પ્રતિબદ્ધ છીએ." 

તેઓએ ઉમેર્યું હતું કે, " જો ગ્રીન સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગ રૂપે જો દરેક વ્યક્તિ રોજની એક સારી ગ્રીન પ્રવૃત્તિ કરે તો, દરરોજની  એક અબજ જેટલી નવી પહેલ પૃથ્વીને લીલી બનાવવા તરફ થશે."

સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંડર સેક્ટરેટરી જનરલ અને યુ એન એન્વાયર્મેન્ટના પ્રમુખ, એરિક સોલહૈમ દ્વારા જારી કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, " ભારતે  પ્લાસ્ટિક પ્રદુષણ જેવા મોટા પડકારનો સામનો કરવા - નેતાઓ, લોકો અને વ્યવસાયો - તમામ લોકો એ સાથે આવી જે પ્રતિબદ્ધતા દર્શાવી છે તે સરાહનીય છે. " 

આજ ઉજવણીના સંદર્ભમાં સિડની સ્થિત ભારતીય ઉચ્ચાયુક્ત દ્વારા ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ અને સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યના 10 વર્ષથી 18 વર્ષના  યુવાનો માટે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો વિષય છે - "India's initiatives to combat climate change".

આ સ્પર્ધામાં ભાગ લેવા અંગેના નિયમો :

  • આ સ્પર્ધામાં નિબંધ અંગેજી અથવા હિન્દી ભાષામાં લખી  શકાશે
  • 10 થી 12 વર્ષના આયુ વર્ગ માટે શબ્દ મર્યાદા 500 છે.
  • 13 થી 15વર્ષના આયુ વર્ગ માટે શબ્દ મર્યાદા 750 છે.
  • 16 થી 18 વર્ષના આયુ વર્ગ માટે શબ્દ મર્યાદા 1000 છે.
  • તમામ એન્ટ્રી 4થી જૂન 2018 સુધી કોન્સ્યુલેટને મળી જવી જોઈએ. એન્ટ્રી મોકલવા માટે કે અન્ય માહિતી માટે  સુ શ્રી પૂનમનો સંપર્ક કરવો - icc.sydney@mea.gov.in
  • વિજેતાઓને આકર્ષક ઇનામ આપવામાં આવશે.

Follow SBS Gujarati on Facebook


2 min read

Published

Updated

By Harita Mehta




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now