બે વર્ષ પહેલા રેશ્મા જયારે 17 વર્ષના હતા ત્યારે તેમના જીજાજી એ તેમના મિત્રો સાથે મળીને તેમના પર એસિડથી હુમલો કર્યો હતો.
આ હુમલામાં તેમનો ચહેરો તદ્દન બેડોળ થઇ ગયો હતો અને તેમણે ડાબી આંખની રોશની પણ ગુમાવી હતી.
19 વર્ષીય રેશ્માએ મુંબઈ ની બિનસરકારી સંસ્થા Make Love Not Scars (MLNS), સાથે જોડાયેલા છે. આ સંસ્થા એસિડ એટેક પીડિતોના પુનર્વસન, સારવાર અને સામાજિક એકીકરણ માટે કાર્યરત છે.
રેશ્મા #EndAcidSale અભિયાનનો મુખ્ય ચહેરો છે. આ અભિયાન વડે ભારતના પ્રધાનમંત્રી ને એસિડના ખુલ્લા વેચાણ પર પ્રતિબંધ લાવવા માટે અરજ કરવામાં આવી છે.
પોતા પર થયેલ એસિડ હુમલાના બે વર્ષ બાદ રેશ્મા ન્યુયોર્ક ફેશન વીકના રેમ્પ પર મોડેલ તરીકે ચાલવા તૈયાર છે. તા. 8 સપ્ટેમ્બરના બે ફેશન શોમાં તેઓ રેમ્પ પર ચાલશે.
ચાલો મળીએ મોડેલ, કાર્યકર અને એસિડ એટેક સર્વાઇવર રેશ્મા કુરેશી ને