SKIP TO MAIN CONTENT

શું આપ ફરિયાદ કરવાની કલા જાણો છો?

આપે કોઈ સેવા લીધી હોય કે કોઈ વસ્તુ ખરીદી હોય , તે અંગે નિરાશ થયા હોવ અને ફરિયાદ કરી હોય અને કોઈ જ પગલાં ન લેવાયા હોય તેવું બન્યું છે? જો હા, તો જણાવી દઉં કે ફરિયાદ કરવાની એક કલા છે, તેના દ્વારા આપના કન્સર્નને યોગ્ય રીતે હલ મળી શકે છે.

Customers waiting to be helped
Source: Uppercut RF

3 min read

Published

Updated

By Harita Mehta, Amy Chien-Yu Wang



Skip to article content

આભાસ શુક્લએ એક લેન્ડસ્કેપિંગ કામ માટે એક કોન્ટ્રાક્ટરને કુલ રકમના  50%પૈસા એડવાન્સ ચૂકવ્યા. આભાસ જલ્દીથી પોતાના નવા ઘરનું લેન્ડસ્કેપિંગ કામ પૂરું કરાવવા ઇચ્છતા હતા, થયેલ કરાર મુજબ કોન્ટ્રાકટરે આ કામ 2 મહિનામાં પૂરું કરી  આપવાનું  હતું. આભાસ જણાવે છે કે , "તે કોન્ટ્રાકટર ક્યારેય કામ કરવા આવ્યો જ નહિ, મેં તેને ઘણા ટેક્સ્ટ  કર્યા, મેસેજ મોકલ્યા, ઈ મેઈલ કર્યા પણ દર વખતે તે કોઈ બહાનું બનાવી દેતો .."

અંતમાં આભાસે ન્યુ સાઉથ વેલ્સ ફેર ટ્રેડિંગમાં ફરિયાદ કરી. આભાસ કહે છે કે, "આખી પ્રક્રિયા એટલી સરળ રહી કે હું ખુબ ખુશ છું. મારી પાસે તમામ દસ્તાવેજો અને રેકોર્ડ હતા, મેં જરૂર મુજબ અરજી કરી - દસ્તાવેજો જમા કર્યા અને મીડિએશન માટે અમને બોલાવાયા. બંને પક્ષોની  વાત સાંભળી  અને ચુકાદાઓ આવ્યો. મને મારા પૈસા  પરત મળી ગયા. "

પણ , આવો સરળ અનુભવ બધાને નથી થતો.

નિયમિત ધોરણે આવી ફરિયાદોને સંબોધતા મનોવૈજ્ઞાનિક વિની લાઉ  જણાવે છે કે આવી ફરિયાદો અંતિમચરણ સુધી પહોંચે તે પહેલા જ તેનું નિરાકરણ કરવું જોઈએ, જેથી માનસિક તાણ ન ઉદભવે.

"વ્યક્તિએ આ માટે સહેજ પ્રોએક્ટીવ - સક્રિય થવું જોઈએ જેથી મોટી સમસ્યાઓને સરળતાથી હલ કરી શકાય."

ન્યુ સાઉથ વેલ્સ ફેર ટ્રેડિંગ કમિશનર રોઝ વેબ જણાવે છે કે જે લોકોને અંગ્રેજી ભાષા નથી આવડતી કે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ઓછું છે તેમના માટે ફરિયાદ કરવી મુશ્કેલ  કામ હોઈ શકે છે. આ માટે 131450 પર ભાષાંતર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

"મારા મતે અન્ય મહત્વની બાબત છે કે વ્યક્તિને પોતાના ગ્રાહક તરીકેના અધિકારો વિષે પૂરતો  વિશ્વાસ હોતો નથી, ઘણા લોકો ફરિયાદ કરતા ડરે છે કે ક્યાંક દોષનો ટોપલો તેમના પર જ ન આવે. ઘણા લોકો ઓસ્ટ્રેલિયાની ન્યાયિક  પ્રક્રિયા અને ઓસ્ટ્રેલિયાની સરકારી વ્યવસ્થા થી  અજાણ હોય છે  જેથી તેમના માટે ફરિયાદ કરવી અઘરું કામ બને છે. "

લોકો સામાન્યરીતે મોટી ખરીદી જેમકે કોઈ ઇલેક્ટ્રિકલ વસ્તુ ખામીયુક્ત નીકળે કે સેકન્ડ હેન્ડ ખરીદેલી કાર, વગેરે અંગે ફરિયાદ  કરતા હોય છે.

ફરિયાદકર્તાએ સૌથી પહેલો સમ્પર્ક જેની પાસેથી વસ્તુ કે સેવા ખરીદી હોય તેનો કરવો જોઈએ - સાથે જરૂરી દસ્તાવેજો , રસીદ પુરાવા તરીકે સાથે રાખવા સલાહભર્યું છે.

શ્રી રોઝ જણાવે છે કે, " વ્યક્તિએ ફરિયાદ અંગે ચોક્કસ રહેવું જોઈએ. ઘણા સંજોગોમાં ફરિયાદકર્તા લાંબી  વાર્તા જણાવે છે જે વાસ્તવિક પ્રશ્નનો એક ભાગ જ હોય છે અને અન્ય વિગતો રહી જાય છે. આવી પરિસ્થિતિ અમારા માટે કાર્યવાહી મુશ્કેલ બનાવે છે.  જો વ્યક્તિ અમારો સંપર્ક કરતા સમયે જ સંક્ષિપ્તમાં, મુદ્દાસર રજૂઆત કરે તો જરૂરી પગલાં લેવા સરળ બને છે. "

શ્રી રોઝ જણાવે છે કે, " વ્યક્તિએ ફરિયાદ અંગે ચોક્કસ રહેવું જોઈએ. ઘણા સંજોગોમાં ફરિયાદકર્તા લાંબી વાર્તા જણાવે છે જે વાસ્તવિક પ્રશ્નનો એક ભાગ જ હોય છે અને અન્ય વિગતો રહી જાય છે. આવી પરિસ્થિતિ અમારા માટે કાર્યવાહી મુશ્કેલ બનાવે છે. જો વ્યક્તિ અમારો સંપર્ક કરતા સમયે જ સંક્ષિપ્તમાં, મુદ્દાસર રજૂઆત કરે તો જરૂરી પગલાં લેવા સરળ બને છે.

ન્યુ સાઉથ વેલ્સ ખાતે  એસિરિઅન  રિસોર્સ સેન્ટર ખાતે કમ્યુનિટી સેટલમેન્ટ મેનેજર કારમેન લેઝર જણાવે  છે  કે  વ્યક્તિએ ફરિયાદની નિવારણ કરવા માટે એક ચાવી રૂપ બાબત જાણવી જોઈએ - તેમના ગ્રાહક તરીકેના હક્કો વિષે.

એસિરિઅન  રિસોર્સ સેન્ટર અને ન્યુ સાઉથ વેલ્સ ફેર ટ્રેડિંગ દ્વારા લોકોને તેમના ગ્રાહક તરીકેના હક્કો માટે અને ઓસ્ટ્રેલિયન ગ્રાહક સુરક્ષાના નિયમો અંગે શિક્ષિત કરવા માહિતી સેશનનું   આયોજન કરવામાં આવે છે.  સંસ્થા વડે ટેલિફોન સેવા અને ભાષાંતર સેવા પણ પુરી પાડવામાં આવે છે જેથી ફરિયાદકર્તાની વાત પૂર્ણ રીતે સમજી અને તેની યોગ્ય રજૂઆત કરી શકાય 

મેલ્બર્ન ખાતે કન્ઝ્યુમર એક્શન લો સેન્ટર ખાતે વરિષ્ઠ નીતિ અધિકારી કેથરીન ટેમ્પલ, નિયમિત રૂપે  ફરિયાદને હલ  અંગે લોકોને સલાહ આપે છે.  તેઓ જણાવે છે કે જો વ્યક્તિને લાગે કે તેમની ફરિયાદ પર યોગ્ય ધ્યાન નથી અપાતું, તો ધ્યાન ખેંચવા કેટલીક સ્ટ્રેટેજી છે.

મોટાભાગે લોકો તેમની ફરિયાદ અંગે યોગ્ય ધ્યાન ન અપાયાના મુદ્દે દુઃખી હોય છે, પણ તેઓ તેની રજૂઆત કેવી રીતે કરવી અને તેનું શું પરિણામ આવશે તે અંગે ચોક્કસ હોતા નથી. ફરિયાદ કરતા પહેલા વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે જેની વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે - તે આ ફરિયાદના નિવારણ માટે શું કરી શકે.

જો વ્યક્તિને ફરિયાદપત્ર લખવામાં કોઈ મુશ્કેલી હોય તો તેઓ ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર કમિશનની વેબસાઈટ પર ઉપલબ્ધ ટુલ્સનો ઉપયોગ કરી શકે છે

અને જો બધું કર્યા પછી પણ કોઈ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો, વ્યક્તિએ પોતાની ચિંતા કંપનીના સોસોયલ મીડિયા પર રજુ કરવી.

Follow SBS Gujarati on Facebook


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now