સંયુક્ત રાષ્ટ્ર સંઘ વડે જાહેર કરાયેલા વર્ષ 2017ના હેપીનેસ રિપોર્ટમાં વિશ્વના 155 દેશોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં વિવિધ સામાજિક અને આર્થિક પાસાઓને ધ્યાનમાં રાખી વિવિધ દેશના લોકોની ખુશી - આનંદને માપવાનો પ્રયાસ કરાયો હતો. આ સર્વેક્ષણમાં મળેલ માહિતીના આધારે આ હેપીનેસ રિપોર્ટ સૂચિ જાહેર કરવામાં આવી છે.
વિશ્વના સૌથી ખુશ દેશોમાં ફરી પશ્ચિમી દેશોએ બાજી મારી છે - નોર્વે વિશ્વના સૌથી ખુશ તરીકે જાહેર થયું છે, જયારે ઓસ્ટ્રેલિયાનું સ્થાન 9માં ક્રમાંકે રહ્યું છે. દુઃખની વાત છે કે ભારતનું સ્થાન બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ઇરાકથી પણ પાછળ રહ્યું છે, ભારત 155 દેશોમાંથી 122માં સ્થાને રહ્યું છે.
વિશ્વનું સૌથી ખુશ રાષ્ટ્ર : નોર્વે
નોર્વેજીયન વડાપ્રધાન એર્ના સોલબર્ગે ફેસબુક પર આ અંગે ખુશી વ્યક્ત કરતા લખ્યું હતું કે," વર્ષોથી ડેનમાર્ક સામે નોર્વે પ્રથમ ક્રમે આવતા રહી જતું હતું, અંતમાં તેઓએ આ સિદ્ધિ હાંસલ કરી."
પશ્ચિમી યુરોપમાં તેલના સૌથી મોટા ઉત્પાદક તરીકે નોર્વેનું ખાસ મહત્વ છે. આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ આ દેશને હાલમાં તેલની કિંમતોમાં આવેલ મંદીની ખાસ અસર થઇ નથી.
એક અભ્યાસમાં જણાવાયું છે કે નોર્વે એક એવો દેશ છે જે સમૃદ્ધિને આનંદમાં ઢાળે છે.
વિશ્વના સૌથી આનંદમાં રહેનારા 10 દેશો:
1. Norway
2. Denmark
3. Iceland
4. Switzerland
5. Finland
6. The Netherlands
7. Canada
8. New Zealand
9. Australia
10. Sweden
આ અહેવાલમાં સાથે એ પણ જણાવાયું છે કે ચીનમાં છેલ્લા 25 વર્ષોમાં આનંદ -ખુશી બાબતે કોઈ ફરક આવ્યો નથી, આફ્રિકન દેશો સંઘર્ષની પરિસ્થિતિને કારણે દુઃખી છે અને આશ્ચર્યજનક વાત છે કે અમેરિકાના લોકો હર્ષની લાગણી ઓછી અનુભવે છે.
વિશ્વના સૌથી નાખુશ 10 દેશોની યાદી
146. Yemen
147. South Sudan
148. Liberia
149. Guinea
150. Togo
151. Rwanda
152. Syria
153. Tanzania
154. Burundi
155. Central African Republic