વર્લ્ડ બેન્ક ના જણાવ્યા મુજબ, ઓસ્ટ્રેલિયનો દર વર્ષે 7 બિલિયન થી વધુ પૈસા વિદેશ માં રહેતા પરિવાર ને મોકલે છે. આ રકમ માં લોકો ના વિદેશ પ્રવાસ માટે ની રકમ નો સમાવેશ થતો નથી. પણ આ પૈસા ટ્રાન્સફર કરવા માટે મોટા ભાગ ના સેવાદાતા ખુબ વધુ ફી લે છે અને યોગ્ય એક્સચેન્જ દર પણ નથી આપતો જેથી વિદેશ પૈસા મોકલવા ની પ્રક્રિયા માં લાખો રૂપિયા નું નુકસાન થાય છે.
અમે આઠ અલગ અલગ ટ્રાન્સફર માટે ની પરિસ્થિતિઓ ની ચકાસણી કરી જેમાં મોટી (મુખ્ય ) બેંકો નું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું હતું.
ગ્રાહકો ની સંસ્થા ચોઈસ ના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયા ની મુખ્ય ચાર બેંકો વડે ખુબ જ 'હાસ્યાસ્પદ ' વિનિમય દર આપવામાં આવે છે.
આ સંસ્થા નું કહેવું છે કે," જો આપ નિયમિત રીતે વિદેશ પૈસા મોકલતા હોવ તો, આપ જો આપણા સેવાદાતા ને બદલશો તો દર વર્ષે મોટી રકમ ની બચત થઇ શકે."
જો આપ વૈકલ્પિક વિદેશ નાણાં વિનિમય સેવાદાતા ની યાદી માં પીઅર-ટુ-પીઅર જેવા નવા સ્ટાર્ટ અપ્સ અને કેશ ચુકવણી ની સેવા આપતા મની ગ્રામ અને વેસ્ટર્ન યુનિયન નો સમાવેશ થાય છે.
ઘણા સેવાદાતાઓ ને ચકાસ્યા બાદ એસ બી એસે જાણ્યું કે જુદા જુદા સેવાદાતાઓના ક્વોટ ની સરખામણી કરી ને પૈસા બચાવી શકાય છે.
બેસ્ટ ડીલ મેળવવા માટે કેટલીક જરૂરી બાબત
વર્લ્ડ બેન્ક ની વૈશ્વિક તુલનાત્મક વેબસાઈટ ચેક કરવી
વર્લ્ડ બેન્ક વડે વિદેશ માં પૈસા મોકલવા નો ખર્ચ ઓછો થાય અને આ ક્ષેત્રે પારદર્શકતા અને સ્પર્ધાત્મક માહોલ ઉભો થાય તેવા પ્રયત્નો થઇ રહ્યા છે.
તેના પર online calculator વડે વિવિધ ચલણી નાણાં અને ટ્રાન્સફર ના વિકલ્પો મોજુદ છે, જે 300 વિવિધ દેશો માંના સૌથી સસ્તા ભાવે સેવા આપતા સેવાદાતાઓ ની માહિતી પણ આપે છે.
શ્રેષ્ઠ સેવા પ્રદન કરનાર સેવાદાતા કદાચ અમે ચકાસેલા સેવાદાતા ન પણ હોય આથી તેમની જાણ લેવી એ ઉચિત ગણાશે.
એ નિશ્ચિત કરશો કે આપ વાસ્તવિક ભાવ જુઓ, ઇન્ટરબેંક ના નહિ
મોટાભાગે કંપનીઓ તેમની વેબસાઈટ પર વધુ સારા ભાવ દર્શાવતી હોય છે, જે વાસ્તવિક રીતે અલગ હોય છે તો કોઈ છુપા ચાર્જીસ ની તાપસ જરૂર કરવી
વેબસાઈટ પર બે ભાવ દેખાશે - 1)ઇન્ટરબેંક રેટ જે બેંકો અંદરોઅંદર ચાર્જ કરતી હોય છે અને 2) કસ્ટમર રેટ જે ગ્રાહકો માટે ના હોય છે, જે આપણે ચૂકવીએ છીએ
ઇન્ટરબેંક રેટ સાથે કસ્ટમર રેટ સરખાવવાથી જાણી શકાશે જે બેન્ક આપણે કેટલી ફી ચાર્જ કરે છે.
કેટલીક વેબસાઈટ ગ્રાહકો ને આકર્ષવા ઇન્ટરબેંક રેટ દેખાડે છે પણ જયારે ગ્રાહક સાઈન અપ કરે ત્યારે કસ્ટમર રેટ ચાર્જ કરે છે. આથી કુલ ફી અને ચાર્જીસ કેટલા છે તે નિશ્ચિત કરવું .

શક્ય હોય તો પૈસા મોકલનાર અને પૈસા મેળવનાર નું બેન્ક માં ખાતું ખોલાવવાનું
પૈસા ની ટ્રાન્સફર માટે કોઈપણ માટે બેન્ક નું ખાતું જરૂરી છે. એ નોંધવું રહ્યું કે મની ગ્રામ અને વેસ્ટર્ન યુનિયન વડે રોકડ માં પૈસા ચુકવણી કરવાની વ્યવસ્થા છે,પણ આ માટે તમારે વધુ ફી ચૂકવવી પડે છે. આથી શ્રેષ્ઠ વિનિમય દર માટે બેન્ક માં ખાતું હોવું ઉત્તમ વિકલ્પ છે.
ઓછી વખત અને મોટી રકમ મોકલવી એ વારંવાર નાની રકમ મિકલવા કરતા હિતાવહ છે
તમે જો મોટી રકમ ની ટ્રાન્સફર કરશો તો વધુ સારા વિનિમય દર થી કરી શકાશે અને ફી અને ચાર્જીસ માં બચત થશે. ઘણા કિસ્સા ઓ માં જો $5,000 કે $10,000 ટ્રાન્સફર કરવામાં આવે તો ફી માં રાહત મળે છે.
હંમેશા નજીક થી ખરીદી કરો
જે તે દેશ ના ચલણી નાણાં અને કેટલી રકમ મોકલવાની છે, પૈસા લેનાર પાસે બેન્ક નું ખાતું છે કે નહિ તેના આધારે જુદી જુદી કમ્પનીઓ ના ક્વોટ માં ભારે ફરક છે.
US ટ્રાન્સફર્સ
યુ એસ પૈસા મોકલવા ને બેન્ચમાર્ક ગણીએ તો શ્રેષ્ઠ ઇફેક્ટિવ ભાવ એ લીલા રંગ માં છે. જો તમે ઇન્ટરબેંક રેટ જે જુદી જુદી કમ્પનીઓ વડે આપવા માં આવે છે તેની સરખામણી કરશો તો જાણવા મળશે કે ચોક્કસ કેટલી રકમ એ દલાલ વડે ચાર્જ કરાય છે. બેન્ક એકાઉન્ટ માં પૈસા ટ્રાન્સફર કરવા વધુ સસ્તા છે.

અન્ય ચલણ
જુદા દેશો માં પૈસા ટ્રાન્સફર કરવા માટે લગતા ચાર્જ અલગ અલગ છે - કેન્યા પૈસા મોકલવા માં 12% ફી લાગે છે , જયારે સબ સહારન આફ્રિકી દેશો માં પૈસા મોકલવા ખુબ ખર્ચાળ છે. 

અન્ય સેવાપ્રદાતા
વિશ્વભરમાં ટ્રાન્સફર વિકલ્પો સેંકડો છે, અને અમે માત્ર એક ખૂબ જ નાના નમૂના પરીક્ષણ કર્યું છે. શ્રેષ્ઠ પ્રદાતા અમે પરીક્ષણ કરેલ યાદી માં ન હોઈ શકે, તેથી તપાસો World Bank's online calculator.
વિદેશી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ
આ વર્ગ માટે ડાઇરેક્ટ ટ્રાન્સફર નો વિકલ્પ શ્રેષ્ઠ છે. જો આપ એક વિદેશી પ્રવસી હોવ તો આપ સ્થાનિકે અને વિદેશ માં વિનિમય ભાવ દર તપાસી ને બેન્ક માં ખાતું ખોલાવી પૂર્વ તૈયારી કરશો તો પૈસા બચી શકે છે. ઘણી કમ્પની ઓ વિદેશ માં ડેબિટ કાર્ડ ની સેવા પણ પુરી પાડે છે. આ સેવાઓ માટે કમિશન ની ફી માં ખુબ જ ફરક છે તેની નોંધ લેવી.
Share

