વુશુ માર્શલ આર્ટ ક્ષેત્રેની પ્રતિભા ફરિહા તદીમ સામાજિક પર્વગ્રહ અને પિતૃસત્તા સામે પ્રશ્નાર્થ કરી રહી છે.
14 વર્ષીય ભારતીય મુસ્લિમ યુવતી ફરિહા વુશુ માર્શલ આર્ટ ક્ષેત્રે આગળ વધવા ઈચ્છે છે. પરંતુ તેના આ સ્વપ્નને સાકાર કરવામાં તેના પરિવારનો તેને સાથ નથી.

મહિલા સુરક્ષા અંગે વધતી જતી ચિંતા અને અનિશ્ચિતને ધ્યાનમાં રાખીને ફરિહાની શાળામાં સ્વરક્ષણ અર્થે છોકરીઓને વુશુ નામક ચાઈનીઝ માર્શલ આર્ટ શીખવાડવાનું શરુ કરવામાં આવ્યું.
આ ક્ષેત્રે ફરિહાની ધગશ અને પ્રતિભાને રાજ્ય કક્ષાએ પ્રદર્શિત કરવાની તક મળી અને તેણીએ રાજ્ય કક્ષાની વુશુ સ્પર્ધમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. હવે તેણી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જીતવાનું લક્ષ ધરાવે છે.

ફરિહાની આ મહત્વકાંક્ષાને પુરી કરવા પરિવારનો જ સાથ નથી. તેણીની માતાનું માનવું છે કે ઇસ્લામમાં મહિલાઓને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. ફરિહાની માતા સ્વરક્ષણ અર્થે તેના માર્શલ આર્ટ શીખવાની વાતથી સહમત છે પણ, જાહેરમાં તેણી પોતાનું કૌશલ બતાવે તે વાતની વિરુદ્ધમાં છે.

ફરિહાનું કહેવું છે કે વુશુની કળાથી તેનામાં આત્મવિશ્વાસ આવ્યો છે, તેણી માને છે કે છોકરીઓ અને છોકરાઓ સમાન છે. રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવો તેના માટે એક મહત્વની તક છે. તેની તેને ગુમાવવા નથી માંગતી.
ફરિહા તેની માતાની વાત સાથે સહમત નથી. આ માન્યતા સામે તેની પ્રશ્નાર્થ કરતા કહે છે કે," શું ઇસ્લામમાં માર્શલ આર્ટ ની ના કહેવાઇ છે? ના , તેમાં કહેવાયું છે કે પડદા વગર બહાર ન જવું અને હું પડદા સાથે લડીશ ."

પરંપરાઓ અને સ્વપ્ન સાકાર કરવાના સંઘર્ષમાં કોની જીત થશે ? શું ફરિહા ધાર્મિક અને જાતીય માન્યતાઓ બદલી શકશે? જાણવા માટે જોડાઓ આ મંગળવારે એસ બી એસ ડેટલાઇન પર.

