પશ્ચિમ ઓસ્ટ્રેલીયામાં દર અઠવાડિયે બે ઘરેલું હિંસાના કિસ્સા ભારતીય પરિવારોમાં નોંધાય છે

એક મહિલાએ ફિલ્મ જોતા આમીરખાનના વખાણ કર્યા તો ત્રાસ અપાયો- હિંસા શરુ થાય એ પહેલાજ મહિલાઓએ બોલવું જરૂરી. ચિંતાજનક રીતે વધતા ઘરેલુ હિંસાના બનાવો રોકવા ભારતીય સમાજે સંયુક્ત રીતે ગંભીરતાથી કાર્ય કરવું પડશે.

The Family Relationship Workshop organised by ISWA on Sunday 27 May 2018

The Family Relationship Workshop organised by ISWA on Sunday 27 May 2018 Source: Amit Mehta

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ભારતીય સમુદાયમાં ઘરેલુ હિંસાના પ્રમાણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.વેસ્ટર્ન ઑસ્ટ્રલિયા માં નોંધાતા ઘરેલુ હિંસાના ગુનાઓમાં ભારતીય સમુદાયમાં થતા ઘરેલુ હિંસાના બનાવો ૩૦ ટકા  જેટલા હોય છે.

છેલ્લા થોડા સમય થી અઠવાડિયાના અંદાજે બે કિસ્સાઓ બહાર આવે છે.આ અંગે ભારતીય સમુદાયે આગળ આવીને આ બનાવોનું નિરાકરણ લાવવાની જરૂરિયાત  પર ઇન્ડિયન કોન્સલ જનરલ અમિતકુમાર મિશ્રાએ ભાર મુક્યો હતો.

ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (ઈસવા) , વ્હાઇટ  રિબન -સિડની અને અન્ય એક સંસ્થા  દ્વારા સંયુકત રીતે ફેમિલી રિલેશનશિપ વર્કશોપ યોજાઈ ગયો. ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ, આગેવાનો, પોલીસ , ઇન્ડિયન કોન્સુલેટ , આ વિષયના વકીલો- કાઉન્સેલર ,લેબર પાર્ટીના લેજિસ્લેટિવ  મેમ્બર યાઝ મુબારકઇ  અને ડોક્ટર  આ વિષયની ચર્ચા માં જોડાયા હતા. આ વર્કશોપમાં ચર્ચાયેલ વિગતો આઘાતજનક છે.
Consul General Amit Kumar Mishra speaking at Family relationships workshop organised by ISWA on SUnday 27th May 2018.
Consul General Amit Kumar Mishra speaking at Family relationships workshop organised by ISWA on Sunday 27th May 2018. Source: ISWA Facebook page
અમિતકુમાર મિશ્રા એ ગંભીરતાથી જણાવ્યું હતું કે છ મહિના પહેલા અડધી રાત્રે તેમને  સંદેશ મળ્યો “મારી બહેન ને બચાવી લો” કાયદાની મર્યાદા માં રહીને એ બહેનને જરૂરી મદદ તરતજ પહોચાડી.

ત્યારબાદ આઠેક મહિના બાદ ફરી એજ બહેન અંગે અડધી રાત્રે એવોજ સંદેશ મળ્યો. એ બહેનની ભાવનાત્મક તપાસ  કરીતો જાણવા મળ્યું કે પોતાના બાળકો માટે ફરી પતિ સાથે રહેવા ગયા હતા ને ફરી તેમના પર હિંસક હુમલો થયો. એ બહેને બ્લીચ કે એવું કઈ પીને આત્મહત્યાની કોશિશ કરી,  અંતે રોયલ પર્થ હોસ્પિટલ માં સારવાર મળી.
મારી બહેન ને બચાવી લો
કોન્સુલ જનરલ શ્રી અમિત મિશ્રા કહે છે અમે કાયદાની મર્યાદા માં રહી મદદ કરવા નો પ્રયત્ન કરતા રહીએ છીએ. કોન્સુલેટ  ઓફિસ  આ માટે જરૂરી બધાજ સ્રોતો આપશે પરંતુ આ સમાજ નો પ્રશ્ન છે સામાજિક સંસ્થોએ આગળ આવીને આ બનાવો રોકવાની તેઓ એ ભાવનાત્મક  અપીલ કરી હતી. 

પ્રાયવસી ને ધ્યાન માં રાખી તેઓ પોલિસીને  કોઈના નામ જાહેર કરી ના શકે પરંતુ છેલ્લા થોડા સમય થી તેમની ઓફિસ ને અઠવાડિયે  બે આવી ફરિયાદ તો મળેજ છે.

પોલીસ  માં કામ કરતા મહિલા અધિકારી  ઝૈઓન એ જણવ્યું હતુંકે ઘરેલુ હિંસા ના વધતા બનાવો માં મૂળ કારણ જાણવું જરૂરી છે અને અમારું કામ ભોગ બનનારને  પોલીસના પ્રોટોકોલ પ્રમાણે સપોર્ટ આપવાનું છે.
આમીરખાન કેટલો હેન્ડસમ છે આઈ લવ હિઝ એકટિંગ- આટલું સાંભળી પતિ અકળાઈ ઉઠ્યા
આ વિષયના એડવોકેટ  અને કાઉન્સીલર માધુરીબેને એક કિસ્સો જણાવતા કહ્યું કે એક મહિલા તેમના પતિ સાથે આમીરખાનની જાણીતી ફિલ્મ જોતા હતા અને એવી કોમેન્ટ કરી કે આમીરખાન કેટલો હેન્ડસમ છે આઈ લવ હિઝ એકટિંગ અને તરતજ એમના પતિ અકળાઈ ઉઠ્યા  અને તેમના ચરિત્ર વિષે અણછજતી કોમેન્ટ કરી, આ ઉપરાંત નોકરી સિવાય ઘરની બહાર જવાનું બંધ કરાવી દીધું. ઘણા માનસિક સંઘર્ષ બાદ મહિલાએ પતિથી છુટા થવાનો નિર્ણય લીધો હતો.તેઓ એ જણાવ્યું હતું કે સર્વે માં બહાર આવેલ વિગતો પ્રમાણે હકીકત માં પતિથી સંબંધ કાપવાનો  વિચાર આવ્યા પછી અંદાજે સાત વખત નિર્યણ કરીને છેલ્લે આ નિર્ણય લે છે.
સર્વે કહે છે લગ્ન સંબંધ તોડી નાખવાનો સાત વાર ગંભીર વિચાર કર્યા પછી તેના પર અમલ કરવાનો પહેલો પ્રયત્ન કરતી હોય છે સ્ત્રીઓ.
વ્હાઇટ રિબન સંસ્થા ના સુનીલ કોટવાલે જણાવ્યું હતું કે ઘરેલુ હિંસાના બનાવોમાં મૉટે ભાગે સામાજિક, શારીરિક, શાબ્દિક, ભાવનાત્મક, જાતીય અને નાણાકીય કારણો મુખ્ય છે.કેટલાક કિસ્સાઓ માં પતિ પત્ની સાથે કોઈ વ્યવહારજ નથી રાખતો અને આ રીતે માનસિક ત્રાસ આપેછે. કેટલાક કિસ્સાઓમાં પતિ પત્ની સાથે કોઈ શરીક સંબંધ રાખતોજ નથી અને એ રીતે પત્નીને પોતે હીન અથવાતો તેનું કોઈ મહત્વના હોવાનો અનુભવ કરાવે છે.

તેઓએ જણાવ્યું હતું કે હાલ માં ગેસ લાઇટર નામનો એક શબ્દ- નવો કોન્સેપણ પ્રચલિત થયો છે એટલેકે પત્નીને સાવખોટું - જૂઠું અનેક વખત કહેવું દા.ત. તને રોટલી બનાવતા નથી આવડતી અનેક વાર આમ કહેવાથી પત્ની એમ માની લે છે કે આ વાત સાચી છે.

ISWAના પ્રમુખ સૂર્ય અંબાતી એ વેબસાઈટ પર આ અંગે  હેલ્પ લાઈન વિગતો અને વિડિઓ કેમ્પેઇન ચલાવવાની જાહેરાત કરી હતી અને દરેક સમાજના લોકોને  ભેગા મળી આ મુદ્દે પગલા લેવાની અપીલ કરી હતી. ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયાએ બધાજ જરૂરી સાથ  સહકાર આપવાની ખાતરી આપી હતી.


Share

Published

Updated

By Amit Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
પશ્ચિમ ઓસ્ટ્રેલીયામાં દર અઠવાડિયે બે ઘરેલું હિંસાના કિસ્સા ભારતીય પરિવારોમાં નોંધાય છે | SBS Gujarati