લેબર પક્ષ તરફ થી પ્રધાનમંત્રી ના ડબલ ડિસોલ્યુશન ના પગલાં ની ટીકા થઈ રહી છે, કેમકે ચૂંટણી ના પરિણામો હજુ અનિશ્ચિત છે.
લેબર પક્ષ ના ફ્રન્ટબેન્ચર બ્રેન્ડન ઓ' કોન્નોરે એ બી સી ને જણાવ્યું હતું કે આ નિર્ણય પ્રધાનમંત્રી માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. તેઓએ સંસદ પર ઓસ્ટ્રેલિયન બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રકશન કમિશન ને ફરી પ્રસ્થાપિત કરવા, પોતાનો નિર્ણય થોપ્યો હોવાનું પણ તેઓએ કહ્યું .
કેટલાક સરકારી મંત્રાલયો વડે પણ શ્રી ટર્નબુલ ના વહેલી ચૂંટણીઓ ઘોષિત કરવા અંગે સવાલ થઈ રહ્યા છે. કેટલાક નું માનવું છે કે મંત્રાલયો ચૂંટણી માં યોગ્ય દેખાવ કરી શક્ય નથી.
આ વિચાર ને શરૂઆત ના દિવસો માં લોકપ્રિયતા મળી હતી, જ્યારે તેઓએ શ્રી એબટ ને પડકારી ને સફળતાપૂર્વક પદ સાંભળ્યું હતું .
આ કાર્યક્રમ માં સંસાધન મંત્રી જોશ ફ્રીડેનબર્ગે પુષ્ટિ કરી હતી કે તેમના પક્ષે પાછલી ચૂંટણી માં સારો દેખાવ કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે માલ્કમ ટર્નબુલ હજુ પણ લોકપ્રિય નેતા છે, એ હકીકત છે કે ટોની એબટ ના નેતૃત્વ માં પક્ષ ની લોકપ્રિયતા ઘટી હતી. પણ શરૂઆત માં વર્ષ ની શરૂઆત માં ચૂંટણી યોજવાની વાત હતી અને હવે વર્ષાન્તે ચૂંટણી યોજાઈ છે તે પણ મહત્વ ની બાબત છે.
એટોર્ની જનરલ જ્યોર્જ બ્રાન્ડિસ નું કહેવું છે કે ડબલ ડિસોલ્યુશન ના અર્થ ચૂંટણીઓ યોજવાનો હતો જ નહીં, પણ આ પગલું તો ઓસ્ટ્રેલિયન બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રકશન કમિશન ને પુનસ્થાપિત કરવા ના પ્રયાસ માં લેવા માં આવ્યુ. પણ સાથે તેઓએ નાઈન નેટવર્ક ને એમ પણ કહ્યું કે કદાચ પરિણામો જનમત માં ઘટાડો દેખાડે છે. એવું લાગે છે કે ઓસ્ટ્રેલિયન બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રકશન કમિશન ને પુનસ્થાપિત કરવા ના સંયુક્ત સત્ર માં સરકાર પાસે બહુમતી નહીં હોય.
માલ્કમ ટર્નબુલે લેબર પક્ષ પર આકરા પ્રહાર કરતા ચૂંટણી ની રાતે આપેલ વક્તવ્ય માં કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રકશન કમિશન ને પુનસ્થાપિત કરવા ના મુદ્દા ને બદલે વિરોધપક્ષ આખા અભિયાન ને મેડિકેર ના મુદ્દા ને મુખ્ય મુદ્દો બનાવી ને પ્રચાર અભિયાન કર્યું . તેઓએ લેબર પક્ષ પર સરકાર ની મેડિકેર ની યોજનાઓ અંગે જુઠાણું ફેલાવ્યા નો પણ આરોપ મુક્યો હતો.
પણ વિરોધપક્ષ ના રિચાર્ડ માર્લેસ નું નાઈન નેટવર્ક ને કહેવું છે કે લેબરપક્ષ પાસે વ્યાજબી કારણ છે કે આ મુદ્દે તેઓ સરકાર પર હુમલો કરી શકે.
આ ઉપરાંત બહુ ધ્યાનma ન આવેલી બાબત છે વન નેશન પક્ષ ના નેતા પૌલિન હેન્સન ની સંસદ માં વાપસી.
સેનેટર નિક ક્ષેનોફોન, જેમના પક્ષ ને દક્ષિણ ઓસ્ટ્રેલિયા માં 3 બેઠકો મળવાની સંભાવના છે તેઓએ સેવન નેટવર્ક સાથે વાત કરતા કહ્યું હતું કે તેનો વચ્ચે મતભેદ હોવા છતાંય તેઓ પૌલિન હેન્સન સાથે કામ કરવા તૈયાર છે. તેઓએ ઉમેર્યું હતું કે ઘણી વખત મતભેદ હોવા છતાંય સંસદ માટે થઈ ને આપે આપણા સાથીદારો સાથે બેસી ને ચર્ચા કરવી જોઈએ. તેઓ પોતાની માન્યતા કે ઇમિગ્રેશન દેશ માટે સારું છે , સાથે બાંધછોડ કર્યા વગર તેમની સાથે સકારાત્મક રીતે કામ કરશે .
Share

