નવી SBS Radio app નો ઉપયોગ કરો અને SBS Radio 1, 2 and SBS Arabic24 ના 60થી વધુ ભાષામાં ઉપલબ્ધ પોડકાસ્ટ, સમાચાર તથા ઓન-ડિમાન્ડ કાર્યક્રમોની મજા માણો. અમારા SBS PopAsia, SBS PopDesi અને SBS Chill મ્યુઝીક રેડિયો સ્ટેશન પર પ્રસારીત થતા મ્યુઝીક કાર્યક્રમો સાંભળો. આ ઉપરાંત, તમે Eyes on Gilead અને NITV ના Take It Blak સહિતના SBS ના અંગ્રેજી ભાષામાં પ્રસારીત થતા પોડકાસ્ટ પણ માણી શકો છો.
મફતમાં SBS Radio app ડાઉનલોડ કરો


એન્ડ્રોઇડ ફોન વાપરતા લોકો અહીંથી એપ ડાઉનલોડ કરી શકે છે.
જો તમે અગાઉથી જ SBS Radio app વાપરી રહ્યા છો, તો તમારે ફક્ત તેને અપડેટ કરવી પડશે. આઇફોન વપરાશકર્તા App Store અને એન્ડ્રોઇડ ફોન વપરાશકર્તા Google Play પર જઇને એપ અપડેટ કરી શકે છે.
તમારી ભાષાના કાર્યક્રમો કેવી રીતે શોધી શકાય
જ્યારે તમે પ્રથમ વખત એપ્લિકેશન શરૂ કરો છો, ત્યારે તમારે જે-તે ભાષા માટેની પસંદગી કરવી પડશે.
તમે My Audio પર જઇને પણ ભાષાની પસંદગી કરી શકો છો. જમણી બાજુએ ઉપર તરફ આવેલા આઇકોન પર ક્લિક કરો, ત્યાર બાદ ‘Language Preferences’ પર ક્લિક કરો અને તમારી પસંદગીની ભાષા ઉમેરો.

Select languages under My Audio by tapping the settings icon. Source: SBS
એપ્લિકેશનનો ઉપયોગ
સ્ક્રીન પર સૌથી નીચે તરફ આવેલા મેનુ બટન પર ક્લિક કરો.
Home પર SBS ના તમામ પ્રસારીત અને નવા કાર્યક્રમોની માહિતી મેળવો.
Radio ની મદદથી તમે લાઇવ રેડિયો સાંભળી શકો છો. તમારા મનગમતા સ્ટેશન પર જવા માટે સૌથી ઉપર આવેલા આઇકોનને જમણી કે ડાબી બાજુ ખસેડવું.
એક વખત ત્યાં પહોંચ્યા બાદ જમણી તરફ ટોચ પર રહેલા ઉપલબ્ધ વિકલ્પના મેનૂમાંથી "see schedule” અથવા “see full schedule” પંસદ કરો અને ચેનલની માહિતી મેળવો. પ્લે લિસ્ટમાં રહેલા ગીત તથા કલાકારના નામ સહિતની માહિતી મેળવવા માટે "see full list” પર ક્લિક કરો.
SBS ના પોડકાસ્ટની માહિતી મેળવવા માટે Podcast પર ક્લિક કરો.
My Audio ની મદદથી તમે અનુસરી રહ્યા છો તેવા તમારા મનપસંદ કાર્યક્રમો તથા પોડકાસ્ટની માહિતી મેળવી શકો છો.
તમારા પસંદગીના કાર્યક્રમોની મજા માણો
તમારા પસંદગીના પ્રોગ્રામ ચૂકી ન જશો, કાર્યક્રમની મજા માણવા માટે, Radio અથવા Podcast ની મદદથી કાર્યક્રમ પસંદ કરો અને તેનો ફોલો કરો.
તે My Audio માં આવી જશે. તમે નોટિફિકેશન્સને સેટીંગ્સ મેનૂ દ્વારા ફેરફાર કરી શકો છો.

Discover podcasts in over 60 languages Source: SBS