ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ભયાનક બુશફાયર (આગ લાગવાની) ઘટનાના કારણે જાન-માલને ઘણું નુકસાન પહોંચ્યું છે.
તાજા મળી રહેલા સમાચાર અનુસાર, અત્યાર સુધીમાં ન્યૂ સાઉથ વેલ્સમાં આઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જ્યારે, લગભગ 450 જેટલા ઘર બળીને ખાખ થઇ ગયા છે. અત્યાર સુધીમાં બુશફાયરના કારણે લગભગ 1365 ઘર નષ્ટ પામ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સની ફાયર સર્વિસે જણાવ્યું હતું કે તેઓ હવે ઘરના બદલે લોકોને બચાવવામાં પ્રાથમિકતા આપશે. બીજી તરફ ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડીસ બેરેજીક્લિયાને ગુરુવારે આગામી એક અઠવાડિયા – 9મી જાન્યુઆરી સુધી રાજ્યમાં કટોકટીની સ્થિતી જાહેર કરી હતી.

Source: DFES Incident Photographer Morten Boe
વિક્ટોરિયામાં 28 ગૂમ
વિક્ટોરિયા રાજ્યમાં બુશફાયરના કારણે ગૂમ થનારા લોકોની સંખ્યા 17થી વધીને 28 થઇ ગઇ છે.
રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે શુક્રવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 28 લોકોના ગૂમ થવાના સમાચાર છે જ્યારે બે લોકોના મૃત્યુ થયા છે.
વિક્ટોરિયા રાજ્યના ઇસ્ટ ગીપ્સલેન્ડ વિસ્તારમાં ગુરુવારે આપાતકાલિનની સ્થિતી જાહેર કરવામાં આવી હતી અને ફાયર સર્વિસને લોકોને ઘરથી બહાર સુરક્ષિત સ્થાને ધકેલવાની સત્તા આપવામાં આવી હતી.
Share


