ઓસ્ટ્રેલિયા એક બહુસાંસ્કૃતિક દેશ છે અને અહીં લગભગ 300 જેટલી ભાષાઓ બોલાય છે. અહીં સ્થાયી થયેલા લોકો વિવિધ કારણોસર પોતાની માતૃભાષા ઉપરાંતની અન્ય ભાષા શીખી રહ્યા છે. માતૃભાષા ઉપરાંતની અન્ય ભાષા શીખવાના અને તેને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાના કેટલાક ફાયદા પણ છે.
એટલે જ, ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો કે જેઓ ભૂતકાળમાં કે વર્તમાન સમયમાં કોઇ બીજી ભાષા શીખી રહ્યા હોય તેમના માટે SBS લઇને આવ્યું છે National Language Competition 2018.
કોણ ભાગ લઇ શકે ?
- જે ગુજરાતીઓ નવી ભાષા શીખી રહ્યા છે અને જે બિન-ગુજરાતીઓ ગુજરાતી શીખી રહ્યા છે ...આ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે
- અત્યારે જ નહિ કે ભૂતકાળમાં કોઇ અન્ય ભાષા શીખી હોય તેવા તમામ લોકો ભાગ લઇ શકે છે.
- ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ગુજરાતી સમાજના લોકોના સંતાનો કે જેઓ હાલમાં માતૃભાષા ગુજરાતી શીખી રહ્યા હોય તે ભાગ લઇ શકે છે
- જો તમે માત્ર શોખ માટે કે સમય પસાર કરવા હળવાશના સમયમાં ગુજરાતી સિવાયની અન્ય કોઇ પણ ભાષા શીખતા હોય તમે SBSની રાષ્ટ્રીય ભાષા સ્પર્ધા 2018માં ભાગ લઇને શકે છે.
- આ સ્પર્ધા માત્ર બાળકો કે વિદ્યાર્થીઓ માટે નથી , પ્રત્યેક ઉંમરના લોકો ભાગ લઇ શકે છે.
ઓસ્ટ્રેલિયા હંમેશાં વિશ્વની વિવિધ સંસ્કૃતિને પ્રોત્સાહિત કરતું આવ્યું છે અને અહીં વસેલા બહુસાંસ્કૃતિક સમાજના લોકોની ભાષા, તેમની સંસ્કૃતિને અપનાવતું આવ્યું છે ત્યારે અહીં વસવાટ કરતા લોકો કે જેઓ બીજી ભાષા શીખી રહ્યા છે તેઓ SBS Radioની આ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે.
કરવાનું માત્ર આટલું - એક ફોટો સબમિટ કરો
SBSની રાષ્ટ્રીય ભાષા સ્પર્ધા 2018માં ભાગ લઇને તમે નવી ભાષા શીખવાના ફાયદા અને તેના કારણે તમને મળેલી નવી તકો વિશે એક ફોટો અથવા ચિત્ર મોકલી શકો છે. ફોટા સાથે ઓનલાઈન ફોર્મમાં ૧-૨ લીટી માં તમારો સંદેશ લખી શકો છો.
સ્પર્ધાની અંતિમ તારીખ
SBSની રાષ્ટ્રીય ભાષા સ્પર્ધા ૨૦૧૮ ૧૫મી ઓક્ટોબર ૨૦૧૮થી શરૂ થઇ છે અને તે ૧૮મી નવેમ્બર ૨૦૧૮ના રોજ રાત્રે ૧૧:૫૯ (AEST) કલાકે સમાપ્ત થઇ રહી છે.
તમામ વયના લોકો માટે આ સ્પર્ધા
અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત આ સ્પર્ધા તમામ વયજૂથના લોકો માટે શરૂ કરવામાં આવી છે. અંગ્રેજી સહિતની અન્ય કોઇ પણ ભાષા શીખતા વિવિધ ઉંમરના લોકો આ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે.
સ્પર્ધામાં ભાગ લેવા માટેની વિવિધ કેટેગરી
કેટેગરી A:જૂનિયર પ્રાઇમરી (વય 4થી 7 વર્ષ)
કેટેગરી B:પ્રાઇમરી (વય 8થી 12 વર્ષ)
કેટેગરી C:જૂનિયર હાઇસ્કૂલ (વય 13થી 15 વર્ષ)
કેટેગરી D:સિનિયર હાઇસ્કૂલ (વય 16થી 18 વર્ષ)
કેટેગરી E:ઓપન કેટેગરી (18થી વધુ વર્ષ)
સ્પર્ધામાં ભાગ લેવાની રીત
Step 2: પોતાનો ફોટો અપલોડ કરો
Step 3: નવી ભાષા શીખવાના ફાયદા અને તેના કારણે તમને મળેલી નવી તકો વિશે એક ફોટો અથવા ચિત્ર મોકલો.
Step 4: તેની નીચે અંગ્રેજી તથા જે - તે ભાષા શીખતા હોય તે ભાષામાં ફોટો લાઇન લખો (અંગ્રેજી ભાષા શીખતા લોકો માટે જરૂરી નથી).
Step 5: અરજી મોકલી આપો.
સ્પર્ધામાં ભાગ લઇને iPad Pro જીતવાની તક
આ સ્પર્ધાના અંતે દરેક કેટેગરીમાંથી એક સ્પર્ધકને વિજેતા જાહેર કરાશે. વિજેતા અને જ્યાં તે ભાષા શીખે છે તેમને iPad Pro આપવામાં આવશે.
આ ઉપરાંત, વિજેતાને ડિસેમ્બર 2018માં સિડની ખાતે યોજાનારા SBSની રાષ્ટ્રીય ભાષા સ્પર્ધા 2018ના એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ અપાશે.
સ્પર્ધા અંગેની વધુ માહિતી
આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની અન્ય તમામ માહિતી જાણવા માટે SBS National Languages Competition 2018 - FAQs પર ક્લિક કરો.