શુક્રવારથી શરુ થયેલ સાયબરહુમલામાં વિશ્વના 150 જેટલા દેશોની બેન્ક, હોસ્પિટલો અને સરકારી સંસ્થાનો પ્રભાવિત થઇ છે. અમેરિકન કંપની ફેડેક્સ, યુરોપિયન કાર ફેક્ટરીઓ, સ્પેનિશ ટેલિફોન સંસ્થા ટેલિફોનિકા, બ્રિટનની સ્વાસ્થ્ય સેવા અને જર્મનીની રેલ સેવા આ હુમલામાં પ્રભાવિત થયેલ મોટાનામો છે. આ હુમલા પાછળના ષડયંત્રકારીની શોધ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલુ છે.
આ સાયબરહુમલા માઈક્રોસોફ્ટ ક્મ્યુટરની જૂની અજાણી સિસ્ટમની ક્ષતિના કારણે સંભવ બન્યા છે તેવું માનવામાં આવે છે.
યુરોપોલના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર રોબ વાઇનરાઇટે સોમવારથી શરૂથતાં સપ્તાહમાં આ હુમલાઓ વધી શકે તેવી ભીતિ વ્યક્ત કરી છે.
Watch: Alert researcher helped stem cyberattack
[videocard video="943410243852"]
આજ પ્રકારની ચેતવણીનો પડઘો બ્રિટનના રાષ્ટ્રીય સાયબર સુરક્ષા કેન્દ્રે પાડ્યો છે.
'Ooops' message, $300 ransom
પીડિત વ્યક્તિની સ્ક્રીન પર એક ઇમેજ દેખાય છે જેમાં $300ની માંગ વર્ચ્યુઅલ નાણાં બીટકોઈન રૂપમાં કરવામાં આવી છે, અને સાથે એક સંદેશ દેખાય છે," Ooops, આપની ફાઈલ ઇન્ક્રીપટ થઇ ગઈ છે!"
આ સંદેશમાં સાથે જણાવવામાં આવ્યું છે કે આ ચુકવણી માટે 3 દિવસનો સમય છે નહીતો આ રકમ બમણી કરવામાં આવશે અને જો આ રકમની ચુકવણી 7 દિવસમાં ન કરવામાં આવી તો લોક કરેલ ફાઈલ ડીલીટ કરી દેવામાં આવશે.
બીટકોઈન વિશ્વની સૌથી વધુ વપરાશમાં લેવાતી વર્ચ્યુઅલ કરન્સી છે, જેના દ્વારા ગુપ્તરીતે -ઈંકરપ્ટેડ કોડની મદદથી ભારીમાત્રામાં ટ્રાન્સેક્શન કરી શકાય છે.
તજજ્ઞો અને સરકાર વડે આ માંગ સામે ચેતવણી આપવામાં આવી છે, પણ કેલાક પીડિતો એ આ રકમ ચૂકવી દીધી છે. આ રેન્સમવેરના એડ્રેસ પર રવિવારે $32,000નું ટ્રાન્સેક્શન બીટકોઈન દ્વારા કરવામાં આવ્યું છે તેવી જાણકારી સુરક્ષા સંસ્થા ડિજિટલ શેડો વડે આપવામાં આવી છે.
Watch: Ciaran Martin on global cyberattack
[videocard video="943292483648"]
અમેરિકી હોમલેન્ડ સુરક્ષાની કમ્યુટર આપાતકાલીન પ્રતિક્રિયા ટિમનું કહેવું છે કે રકમ ચૂકવી દેવાથી લોક કરેલ ફાઈલ પરત મળીજ જશે તેની કોઈ ખાતરી નથી.
મોસ્કો સ્થિત કમ્યુટર સુરક્ષા સંસ્થા કાસ્પરસ્કાય લેબના સંશોધકોનું કહેવું છે કે આ ડિજિટલ કોડ અમેરિકી સુરક્ષા સમિતિ એ વિકસિત કર્યો હતો પણ તે લીક થઇ ગયો હતો.
યુરોપોલ અનુસાર આ હુમલો અલગ છે, કારણકે અહીં રેન્સમવેર અને વૉર્મ ફન્કશન સાથે ઉપયોગમાં લેવામાં આવ્યા છે. એટલેકે એક મશીન ખામીના કારણે અસરગ્રસ્ત થાય તો આંતરિક નેટવર્કમાં રહેલ અન્ય નબળા મશીન પણ આની ઝપેટમાં આવી જાય. જેથી કરીને આ હુમલા ઝડપથી પ્રસરે છે.
આ હુમલાને માઈક્રોસોફ્ટ વડે દુઃખદ ગણાવાયું છે. અને પોતાની સિસ્ટરમને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.
ડિજિટલ શેડોના સુરક્ષા તજજ્ઞ બેકી પિનકાર્ડનું કહેવું છે કે જો સોમવારે સંભવિત સાયબરહુમલામાં વધારો ન થાય કે હુમલો ન થાય તો પણ ભવિષ્યમાં વધુ ક્ષતિ કરે તેવો હુમલો થઇ શકે છે.
Watch: Cyberattacks wreak havoc worldwide
[videocard video="943008835538"]
આ પ્રકારના સાયબર હુમલાની સામે એકત્ર થવા અને શું પગલાં લઈ શકાય આવતા તે અંગે મહિને મળનાર જી 7 ની મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે.
Share

