SKIP TO MAIN CONTENT

જાણો…આખરે બાળકોને કેમ થાય છે એલર્જી?

એલર્જીએ શરીરને રોગ અને ચેપથી મુક્ત રાખતી તેમજ શરીરના અવયવો અને તમામ પ્રકારના કોષોને સંયુક્ત અને તંદુરસ્ત રાખતી ઇમ્યુન સિસ્ટમને ખોરવી નાખતી પ્રક્રિયા છે.

Mother wiping daughter's nose
Source: Getty Images/Ariel Skelley

4 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

દરવર્ષે  એપ્રિલ મહિનામાં વિશ્વ એલર્જી સંસ્થા (WAO) દ્વારા વિવિધ પ્રકારની એલર્જી પ્રત્યે જાગૃતિ કેળવવા, એલર્જીના નિદાન અને પ્રતિકાર અંગેના ઉપાયો અંગે માહિતી વહેંચવાના ઉદેશથી વિશ્વ એલર્જી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ ઉજવણી 22મી એપ્રિલ થી 28મી એપ્રિલ દરમિયાન કરવામાં આવી રહી છે.   

બાળકોમાં થતી એલર્જી અંગે બાળરોગનિષ્ણાત ડો. ફરહાત જીહાનનું કહેવું છે કે, પશ્ચિમી દેશોમાં છેલ્લા 25 વર્ષથી એલર્જીની સમસ્યા બમણી થઇ ગઈ છે, એક અંદાજ પ્રમાણે લગભગ 40% બાળકોમાં કોઈ ને કોઈ પ્રકારની એલર્જીની સમસ્યા છે. બાળકોની એલર્જીમાં ખોરાકને લઈને થતી એલર્જી, ક્સઝીમાં અને હેફિવર  સામાન્ય છે. બાળકોને થતી એલર્જી અને તેના લક્ષણો દરેક બાળકમાં અલગ હોય છે આથી ઘણી વખત એલર્જી વિષે જાણવામાં કે તેના નિદાનમાં સહેજ વાર લાગી શકે. પણ વિજ્ઞાને આ ક્ષેત્રે ખુબ પ્રગતિ કરી છે, અમુક પ્રકારની એલર્જી વિરુદ્ધ હવે રસી ઉપલબદ્ધ છે, વાલીઓએ આ અંગે પોતાના જીપીની સલાહ લેવી જોઈએ.

girl scratch the itch with hand
girl scratch the itch with hand , Concept with Healthcare And Medicine. Source: iStockphoto

એલર્જી થવાના કારણો

એલર્જી એ શરીરને રોગ અને ચેપથી મુક્ત રાખતી તેમ શરીરના અવયવો અને તમામ પ્રકારના કોષોને સંયુક્ત અને તંદુરસ્ત રાખતી ઇમ્યુન સિસ્ટમને ખોરવી નાખતી પ્રક્રિયા છે. આપણી આસપાસ વાતાવરણમાં રહેલા એલર્જન કે જે ટ્રીગર્સ બનીને આપણા શરીરની એલર્જી સિસ્ટમને ઉત્તેજિત કરે છે. એલર્જન આપણા શરીરમાં કોઇ પણ રીતે આવી શકે છે. સામાન્ય રીતે એલર્જી કરતા એલર્જન જોઈએ તો ધૂળ, મોસમી એલર્જન, ખોરાક (મગફળી, ગાયનું દૂધ, ઘઉં, સોયા, ઈંડા, કાકડી, કેળા વગેરે ) પાલતુ પ્રાણીઓ, કે ફર્નિચર - રમકડાં પર ચોંટેલ રજ છે.

એલર્જિક રિએક્શનના સામાન્ય લક્ષણો જોઈએ  તો  છીંક આવવી, નાકમાંથી પાણી નીકળવું, નાક બંધ થઇ જવું, આંખોમાં ખંજવાળ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી કે હેફિવર છે. બાળકોની તાસીર પ્રમાણે આ લક્ષણોની અસર સામાન્યથી ગંભીર થઇ શકે છે.  

 

Allergy
Source: Supplied by Sanjay Upadhyay

પશ્ચિમી દેશોમાં બાળકોમાં વધી રહેલ એલર્જીના કારણો અને ઉપાય

પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ રૈના શુક્લ જણાવે છે કે વિકસિત દેશોમાં બાળકોમાં એલર્જીનું પ્રમાણ પ્રગતિશીલ દેશોના બાળકો કરતા ખુબ  વધુ છે. વિકસિત દેશો કે પશ્ચિમી દેશોમાં "હાઇજીન હાઇપોથીસિસ" એટલેકે, સ્વચ્છતાને અતિ મહત્વ આપવામાં આવે છે અને આ દરમિયાન ઘણા ઉપયોગી જીવો પણ નાશ પામે છે, જેથી બાળકને રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટેની તક નહિવત મળે છે અને આગળ જતા આ બાબત એલર્જીમાં પરિવર્તિત થાય છે.   રૈના શુક્લ જણાવે છે કે  આ વિષય પર થયેલ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે  ફિનલેન્ડના બાળકો કરતા પાકિસ્તાનના  બાળકોમાં એલર્જીનો દર ખુબ ઓછો છે, જેની પાછળનું  કારણ  બન્ને દેશોની અલગ અલગ જીવનશૈલી છે, જે બાળકોની રોગપ્રતિકારક વ્યવસ્થાને અલગ અલગ રીતે વિકસાવે છે. બાળકની રોગપ્રતિકારકતાને જાણ થાય છે કે ક્યા તત્વો હાનિકારક છે અને ક્યા નહિ. બન્ને દેશોના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પણ બાળકને એલર્જી વિરુદ્ધ શક્તિ કેળવવામાં ભાગ ભજવે છે.  

આ સંદર્ભમાં ભારતીય પારંપરિક પદ્ધતિ જોઈએ તો, ગર્ભવતી માતાને જ વિવિધ પ્રકારનો  ખોરાક આપવામાં આવે છે. જેમ ખુબ સામાન્ય વાત છે કે ગર્ભસ્થ શિશુ માતા પાસેથીજ તેના એન્ટિબોડી મેળવે છે, જયારે માતા વિવિધ પ્રકારનો  ખોરાક લે છે ત્યારે શિશુને આ પ્રકરણ ખોરાક તત્વોનું એક્સપોઝર મળે છે. શિશુના જન્મ બાદ પણ પારંપરિક રીતે વિવિધ તત્વો માતાને ખવડાવવામાં આવે છે જે સ્તનપાન દ્વારા બાળકના શરીરમાં જય એન્ટી બોડી બનાવવામાં મદદરૂપ થાય છે.  આમ એક રીતે બાળકની રોગપ્રતિકારક શક્તિને બળ મળે છે. 

આ ઉપરાંત બાળકોને એલર્જીથી બચાવવા માટે સલાહભર્યું છે કે તમને વિવિધ ખોરાકના તત્વો થી થોડી થોડી માત્રામાં નાનપણથીજ માહિતગાર કરવામાં આવે. ઉદાહરણ તરીકે વર્ષ  2015માં લંડન ખાતે થયેલ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જો બાળકને પ્રથમ વર્ષમાંજ મગફળી કે મગફળીની બનેલ વસ્તુઓ  ખવડાવવામાં આવે તો તેવા બાળકોમાં મગફળીની એલર્જી થવાની સંભાવના ઓછી છે. આ પરિસ્થિતિને  જોતા હાલમાં ભારતીય પારંપરિક પ્રેક્ટિસ યોગ્ય લાગે છે, જોકે આ ક્ષેત્રે હજુ વધુ સંશોધનની જરૂર છે. 

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે  આદુ, મધ, લીંબુ, લસણ અને હળદરનો  રોજના ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. બાળકોને વધુને વધુ પ્રાકૃતિક વાતાવરણમાં રમવા દેવા જોઈએ.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now