ગ્રીન્સ પાર્ટીએ પેરેન્ટ્સ વિસામાં ક્રાંતિકારી સુધારા કરવાનું વચન આપ્યું

SBS News સાથેની વાતચીતમાં ગ્રીન્સ પાર્ટીએ પેરેન્ટ્સ વિસા માટેના નિયમોમાં ફેરફાર કરવાની તેમની યોજના વિશે માહિતી આપી.

Parents Visa

First sponsored parent visa being granted Source: Australian Government

ઓસ્ટ્રેલિયન્સ ગ્રીન્સ પાર્ટીએ માઇગ્રન્ટ્સ સમાજ પોતાના પેરેન્ટ્સને સરળતાથી ઓસ્ટ્રેલિયા બોલાવી શકે તે માટે કેટલાક સુધારા અમલમાં મુકવાનું વચન આપ્યું છે.

SBS સાથેની વાતચીતમાં ગ્રીન્સ પાર્ટીએ જણાવ્યું હતું કે હાલમાં લગભગ પેરેન્ટ્સ વિસા માટેની 97,000 જેટલી અરજીનો ભરાવો થયો છે અને તેમાં ઝડપ આવવી જરૂરી છે.

કાયમી પેરેન્ટ્સ વિસા સિવાય માઇગ્રન્ટ્સ જો પોતાના પેરેન્ટ્સને ઓસ્ટ્રેલિયા બોલાવવા માંગતા હોય તો તેઓ માત્ર ટેમ્પરરી અથવા ટુરિસ્ટ વિસા હેઠળ જ બોલાવી શકે છે.
Greens leader Richard Richard Di Natale speaks at the National Press Club in Canberra, Wednesday, May 1, 2019. (AAP Image/Rohan Thomson) NO ARCHIVING
Greens leader Richard Richard Di Natale speaking at the National Press Club in Canberra. Wednesday May 1st 2019. AAP Image/Rohan Thomson) Source: AAP
ગ્રીન્સ પાર્ટીના નેતા રીચાર્ડ ડી નાતાલેએ SBS News સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "વર્તમાન સરકારની નીતિના કારણે માઇગ્રન્ટ્સે તેમના પેરેન્ટ્સથી લાંબા સમય માટે દૂર રહેવું પડે છે. જે ખરેખર નિરાશાજનક છે. હું વ્યક્તિગત રીતે માનું છું કે કોઇ પણ વ્યક્તિ માટે પરિવારથી વિશેષ કંઇ ન હોઇ શકે."

વર્તમાન કન્ટ્રીબ્યૂટરી પેરેન્ટ્સ વિસા (Contributory” Parent Visa) ની વ્યક્તિગત ફી 47,000 ડોલર જેટલી છે અને તેમાં લગભગ 45 મહિના જેટલો સમય લાગી જાય છે.

જ્યારે નોન કન્ટ્રીબ્યૂટરી પેરેન્ટ્સ વિસા (Non-Contributory” Parent Visa) માટેનો ભરાવો વધતો જ જાય છે અને આ વિસા મેળવવામાં લગભગ 30 વર્ષ જેટલો લાંબો સમય લાગે તેમ લાગી રહ્યું છે.
ગ્રીન્સ પાર્ટીના જણાવ્યા પ્રમાણે, તેમનો પક્ષ આ બંને વિસા રદ કરવા અંગે વિચારી રહ્યો છે.

આ ઉપરાંત, પાર્ટીએ જણાવ્યું હતું કે, તેમનો પક્ષ પેરેન્ટ્સને ઓસ્ટ્રેલિયા બોલાવવા માંગતા ઓછામાં ઓછા એક માઇગ્રન્ટ્સનું ઓસ્ટ્રેલિયન સિટીઝન અથવા પર્મેનન્ટ રેસીડેન્ટ હોવાના નિયમમાં પણ કેટલાક ફેરફાર કરવા કટિબદ્ધ છે.

હ્યુમિનીટેરીયન વિસા હેઠળ ઓસ્ટ્રેલિયા આવતા લોકો તેમના પરિવારને મળી શકે તે માટે ગ્રીન્સ ફેમિલી રિયુનિયન વિસા લાવવા અંગે પણ વિચારી રહ્યું છે.
Greens Deputy Leader Mehreen Faruqi.
Greens Deputy Leader Mehreen Faruqi. Source: Supplied
ગ્રીન્સ સેનેટર મેહરીન ફારુકીએ SBS News ને જણાવ્યું હતું કે. માઇગ્રન્ટ્સ પોતાના માતા-પિતા, પરિવારને ઓસ્ટ્રેલિયા બોલાવે છે પરંતુ વર્તમાન સમયમાં ઘણી લાંબી પ્રક્રિયાના કારણે માઇગ્રન્ટ્સ તેમના માતા-પિતાને મળી શકતા નથી. અમે એવી પ્રક્રિયા અમલમાં મુકવા માંગીએ છીએ જેથી પરિવારનું સરળતાથી મિલન થઇ શકે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ગઠબંધન સરકારે નવા સ્પોન્સર પેરેન્ટ્સ વિસા અમલમાં મુક્યા છે. જે અંતર્ગત દરવર્ષે 15000 જેટલા વિસા આપવામાં આવશે. જેમાં ત્રણ વર્ષના વિસા માટે 5000 ડોલર ફી તથા પાંચ વર્ષ માટે 10,000 ડોલર જેટલી ફી રાખવામાં આવી છે.

બીજી તરફ, લેબર પાર્ટીએ સરકાર દ્વારા નક્કી કરાયેલી જંગી ફીની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે, લેબર પાર્ટી ત્રણ વર્ષના વિસા માટે 1250 ડોલર તથા પાંચ વર્ષ માટે 2500 ડોલર જેટલી ફી રાખવા કટીબદ્ઘ છે.

 

SBS Gujarati દર બુધવાર અને શુક્રવારે ૪ વાગ્યે.


Share

Published

Updated

By Evan Young
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
ગ્રીન્સ પાર્ટીએ પેરેન્ટ્સ વિસામાં ક્રાંતિકારી સુધારા કરવાનું વચન આપ્યું | SBS Gujarati