પર્મેનન્ટ માઇગ્રન્ટ નહીં, આ કારણોથી ઓસ્ટ્રેલિયાના શહેરોમાં ભીડ વધી રહી છે

ઇમિગ્રેશન વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી ચૂકેલા અધિકારીના મત પ્રમાણે કાયમી સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા ઘટાડવાથી શહેરની ભીડ ઓછી નહીં થાય.

Shoppers in the Melbourne CBD.

Shoppers in the Melbourne CBD. Source: AAP Image/Joe Castro

ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસિડેન્સી એટલે કે કાયમી વસવાટ આપવાની સંખ્યા પર કાપ મૂકવાથી દેશના શહેરોમાં વધતી જતી ભીડ ઓછી નહીં થાય.

શહેરોમાં વધતી ભીડ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે થઇ રહી છે તેમ ભૂતપૂર્વ ઇમિગ્રેશન ઓફિસરે જણાવ્યું હતું.

તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, "શહેરોના રસ્તા પર ભીડ વધી છે, શાળાઓમાં એડમિશન મળતું નથી, તેથી તેમની સરકાર આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાના પર્મેનન્ટ રેસિડેન્સી આપવાના આંકડામાં 30 હજારનો ઘટાડો કરવા અંગે વિચારી રહી છે."
Commuters leave Central Station in Surry Hills, Sydney.
Commuters leave Central Station in Surry Hills, Sydney, January 18, 2018. Source: AAP Image/Glenn Campbell
પરંતુ ઇમિગ્રેશન વિભાગમાં નાયબ સચિવ તરીકે કામ કરી ચૂકેલા અબુલ રીઝવીએ SBS News ને જણાવ્યા પ્રમાણે, "આ પોલીસી અમલમાં લાવ્યા બાદ પણ કોઇ મોટો ફેરફાર થશે નહીં."

"ઓસ્ટ્રેલિયાના પૂર્વીય તટ પર આવેલા શહેરોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે ભીડ થઇ રહી છે. પર્મેનન્ટ રેસિડેન્સી (કાયમી વસવાટ)  હેઠળ આવતા લોકોના કારણે નહીં," તેમ તેમણે ઉમેર્યું હતું.
"આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં વધી રહેલી વસ્તીનું એક મુખ્ય કારણ છે અને તેમાંથી મોટાભાગના લોકો સિડની, મેલ્બોર્ન તથા બ્રિસબેન પર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે."
Former immigration deputy secretary Abul Rizvi says Morrison's plan to reduce Australia's migration intake will have minimal impact on congestion.
Former immigration deputy secretary Abul Rizvi says Morrison's plan to reduce Australia's migration intake will have minimal impact on congestion. Source: SBS
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉપરાંત, ટૂંક સમય માટે કાર્ય કરવા આવતા કર્મચારીઓ અને પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. 2011-12માં 32 હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. જે 2016-17 દરમિયાન 1 લાખના આંકડાને પાર કરી ગયા છે.
" આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ત્યાર બાદ વિવિધ પ્રકારના વિસા દ્વારા ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થાય છે અને તેમાંથી કેટલાક પર્મેનન્ટ રેસિડેન્ટ (કાયમી વસવાટ) મેળવવાની ઇચ્છા ધરાવે છે."
રીઝવીના જણાવ્યા પ્રમાણે, "પર્મેનન્ટ માઇગ્રન્ટ્સને અંતરીયાળ વિસ્તારોમાં મોકલવાની સરકારની યોજના સિડની તથા મેલ્બોર્નમાં વધી રહેલી વસ્તી ઘટાડશે."
Finalmente, regressam os comboios de Sydney
Commuters wait for a train as they stand on a platform at Strathfield train station in Sydney. Source: AAP Image/David Moir
"આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેઓ સિડની તથા મેલ્બોર્નમાં સ્થાયી થયા છે. તેમને એડિલેડ, ડાર્વિન, હોબાર્ટ તથા ઓસ્ટ્રેલિયાના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં મોકલવામાં આવશે. જેની સિડની તથા મેલ્બોર્ન પર અસર થશે."

"જોકે, જેમ મેં અગાઉ કહ્યું તે પ્રમાણે, આ એક મામૂલી અસર હશે," તેમ રીઝવીએ ઉમેર્યું હતું.

લેબર પક્ષના તાન્યા પ્લીબરસેકના જણાવ્યા પ્રમાણે, "સરકારે ટૂંકાગાળા માટેના ઘણા વિસા આપી દીધા છે."

"જે - તે ક્ષેત્રમાં કર્મચારીઓની અછત હોય તેમાં ટૂંકા સમયના વિસા આપીને વિદેશથી કર્મચારીઓ બોલાવવાને બદલે ઓસ્ટ્રેલિયાના નાગરિકોને જ યોગ્ય પ્રકારની ટ્રેનિંગ પૂરી પાડીને આ સમસ્યાનો હલ કાઢી શકાય," તેમ તાન્યાએ જણાવ્યું હતું.

Share

Published

By James Elton-Pym
Presented by Vatsal Patel

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
પર્મેનન્ટ માઇગ્રન્ટ નહીં, આ કારણોથી ઓસ્ટ્રેલિયાના શહેરોમાં ભીડ વધી રહી છે | SBS Gujarati