વ્યક્તિએ પહેલી વખત ફેસબુક પર લોગ ઈન કર્યા થી લઈને છેલ્લી ઘડી સીધી કરેલ તમામ એક્ટિવિટી ફેસબુક વડે સંગ્રહવામા આવે છે. જેમકે કેટલી વખત લોગ ઈન કર્યું, વ્યક્તિના દોસ્તો અને ફોલોવર્સનું લિસ્ટ, વ્યક્તિગત માહિતી - જન્મદિવસ, ફોન, ચેટ, કે પછી ઉપડૅટ કરેલ સ્ટેટ્સ.
ઓનલાઇન સિક્યુરિટી તજજ્ઞ જય શાહ જણાવે છે કે, "ફેસબુકના વપરાશકર્તા એ પોતે કરેલ એક્ટિવિટીની આર્કાઇવ પર નજર રાખવી જરૂરી છે, અને જરૂર પડે તેને ડાઉનલોડ કરવી. જય શાહ સલાહ આપે છે કે જો વ્યક્તિ કોઈપણ કારણોસર ફેસબુક એકાઉન્ટ ડીલીટ કરવા ઇચ્છતી હોય તો પહેલા આ માહિતી ડાઉનલોડ કરી સલામત કરવી જોઈએ."
ફેસબુક પરનો ડેટા કેવી રીતે ડાઉનલોડ કરવો
ફેસબુક પર પ્રથમ દિવસ થી લઈને અત્યાર સુધી કરેલ વિવિધ એક્ટિવિટીનો ડેટા ડાઉનલોડ કરવા નીચેના પગલાં લેવા :

Source: Harita Mehta
- Facebook.com/settings પર જવું.
- "Download a copy of your Facebook data." પર ક્લિક કરવું
- "Download Archive." પર ક્લિક કરવું (આર્કાઈવને ફાઈલમાં ડાઉનલોડ કરવા તૈયાર થતા થોડો સમય લાગશે, જે તૈયાર થતા ફેસબુક જાણ કરશે)
- "Download Archive" પર ફરી ક્લિક કરવું ,
- Zip ઝીપ ફાઈલ ડાઉનલોડ થતી જોઈ શકાશે
ડાઉનલોડ થયેલ ડેટા ચેક કરવા વ્યક્તિએ દરેક ફાઈલ એક એક કરીને ચેક કરવી
ઓનલાઇન સિક્યુરીરી એક્સપર્ટ અદ્વેષ રૂપારેલ જણાવે છે કે," ડાઉનલોડ થેયલ ડેટા જોઈ આપને નવાઈ લાગશે, કે ફેસબુકે આપનો આખો ઇતિહાસ સાંચવીને રાખ્યો છે. આથી જ્યારેપણ ઓનલાઇન કશું પણ પોસ્ટ કરો તો ખુબ સમજી વિચારીને પગલું ભરવું ."